Book Title: Jain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

Previous | Next

Page 218
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્યપર-સાચોર તીર્થ [“શ્રી વિવિધ તીર્થ કહ૫” ઉપરથી ઐતિહાસિક સાર] સંગ્રાહક મુનિરાજ શ્રી નવિજ્યજી ભરતક્ષેત્રના દક્ષિણ વિભાગમાં આવેલા મરૂદેશ (મારવાડ) માં સત્યપુર નામનું નગર છે. તે નગરના જિનાલયમાં નાહડ રાજાએ ભરાવેલ અને શ્રીમાન જજિસૂરિજી ગણધરે (ગચ્છનાયકે) પ્રતિષ્ઠિત કરેલ શ્રી મહાવીર સ્વામીની પિત્તલમય પ્રતિમા વિરાજમાન છે. તેની ઉત્પત્તિ આ પ્રમાણે છે: પહેલાં નહલદેશના આભૂષણભૂત મંડોવર નગરના રાજાને તેના બળવંત કુટુંબીઓએ મારી નાંખીને તે નગર તેઓએ પિતાને સ્વાધીન કર્યું. તે વખતે ઉક્ત રાજાની રાણી ગર્ભવતી હતી, તે ત્યાંથી નાસીને ભંભાણપુર (બ્રહ્માણ)” ગઈ. ત્યાં તેણે સર્વ શુભ લક્ષણ યુક્ત પુત્રને જન્મ આપો. નાહડને જન્મ : કોઈ એક દિવસે તે રાણી, તે નગરની બહારના એક વૃક્ષની ડાળીએ બાંધેલી ઝોળીમાં પિતાના બાળકને સુવાડીને પોતે નજીકમાં કંઈ કામ કરતી હતી દૈવયોગથી તે વખતે શ્રીમાન જજિગસૂરિજી મહારાજ ત્યાં પધાર્યા. તેઓ, વૃક્ષની છાયા તે બાળક ૧. સત્યપુર તે હાલમાં મારવાડમાં જોધપુર સ્ટેટમાં ભીનમાલની પાસે આવેલું સાર. આ સાચાર શ્રી મહાવીર સ્વામીનું પ્રાચીન તીર્થ છે. “ જગચિંતામણિ” ચૈત્યવંદનમાં પણ આને નચર વીર સરિમંડળ” (સત્યપુરીના આભૂષણસ્વરૂપ શ્રી મહાવીર ભગવાન જયવંતા વત્ત.) આ પ્રમાણે ઉલ્લેખ કરે છે. ૨. ગેડવાડ (નાની મારવાડ)ની પંચતીથીમાં આવેલું હાલનું નડાલ, પહેલાં “નકલ નામથી પ્રસિદ્ધ હતું. વિક્રમની દશમી શતાબ્દીની આસપાસ ત્યાંના પરમાર રાજાએ બહુ શક્તિસંપન્ન હોઈ તેનું રાજ્ય મોટા વિસ્તારવાળું હતું. તેથી નાંડેલની આસપાસનો પ્રદેશ “નદ્ગલ દેશ” એ નામથી ઓળખાતા હતા. નોંડલના પરમાર રાજાઓથી નોરના ૫રમાર અને જાલોરના પરમારથી આબુના પરમાર રાજાઓની શાખા નીકળી હતી. તેણે આબુ પર લગભગ સં. ૧૩૭૦ સુધી રાજ્ય કર્યું હતું. ૩. જોધપુરની સાવ નજીકમાં આવેલું મડર, ૪. સિરોહી સ્ટેટના મઢાર પરગણામાં આવેલ જીરાવલા પાર્શ્વનાથ તીર્થથી લગભગ ચાર માઈલ દર વરમાણુ’ નામનું પ્રાચીન ગ્રામ વિદ્યમાન છે, એ જ કદાચ આ બંભાર હોય, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231