________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જિન સત્ય પ્રકાશ
કાર્તિક
વાળો માની, નહિ નાશ પામવાવાળા મધ્યમ પરિમાણવાળો અને જ્યોતિ સ્વરૂપ માને હત તે મેક્ષમાં જ્ઞાનને બુચછેદ માનવો પડત નહિ, સાંખ્યાદિના મતે જ્ઞાનનું સ્થાન :
જેવી રીતે તૈયાયિક વૈશેષિકેએ આત્માને શરીરધારાએ જ જ્ઞાનવાળો માન્યો, તેવી રીતે સાંખ્યોએ પણ બુદ્ધિ એ પ્રકૃતિને ગુણ છે એમ માની, આત્માને બુદ્ધિ વગરને જ માન્યો, અને બોદ્ધોએ તે આત્મા જેવી વસ્તુ જ સ્વતંત્ર ન માનતાં માત્ર જ્ઞાનની જ પરંપરા માની અને તેનો નાશે તે જ મોક્ષ માન્યો. ઉપસંહાર
આ બધી ઉપરની હકીકત સમજનાર મનુષ્ય શ્રમણ ભગવાન મહાવીર મહારાજે જણાવેલા જ્ઞાન અને સુખસ્વરૂપ મોસને તથા જ્ઞાન અને ક્રિયા સ્વરૂપ જણાવેલાં તેનાં સાધનને સત્ય માનવાને જરર તૈયાર થશે. આવી જ રીતે તે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે અજીવ, આશ્રવ, પુષ્ય, પાપ, બંધ, સંવર, નિર્જરા જેવાં તત્વોને અંગે પણ જે અનોખું જ્ઞાન ભવ્ય જીવોમાં પ્રસાર પમાડેલું છે તે ઘણું જ વિસ્તારવાળું હોઈ તેનું સ્વરૂપ જાણવાને માટે જૈનશાસ્ત્રોની ભલામણ કરવી તે જ ઉચિત ધારીએ છીએ.
પ્રમાદ–ત્યાગ
समयं गोयम ! मा पमायए। હે ગૌતમ, એક સમય માટે પણ પ્રમાદ કરીશ નહીં !
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર [ આ ઉપરના સુવાક્ય માને “સમય” શબ્દ કેવળ વખત” કે “કાળ” શબ્દના પર્યાયરૂપે, સામાન્ય કાળવાચક શબ્દ તરીકે, નથી વપરાયો પણ તે એક જૈન પારિભાષિક શબ્દ તરીકે વપરાયો છે. અને તેથી તેમાં વિશિષ્ટ અર્થ રહેલ છે. જૈન તત્વજ્ઞાનની પરિભાષા પ્રમાણે પુગલના સુમમાં સૂક્ષ્મ અંશને જેમ પરમાણુ કહેલ છે તેમ કાળ (જે અરૂપી છે તે)ના સૂક્ષ્મમાસૂમ અંશને “સમય” કહેવામાં આવે છે. અને પરમાણુની માફક એ પણ સર્વજ્ઞગ્રાહ્ય હેય છે. આ ઉપરથી પ્રમાદ કેટલે હાનિકર્તા છે તે સમજી શકાશે !].
કારણ? सचओ पमत्तस्स भयं
सब्बओ अप्पमत्तस्स नत्थि भयं । પ્રમાદીને દરેક પ્રકારે ભય હોય છે, જ્યારે પ્રમાદરહીતને કઈ પણ પ્રકારે ભય નથી હોતો!
શ્રી આચારાંગસૂત્ર
For Private And Personal Use Only