________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાન મહાવીરે વિસ્તારેલું તત્વજ્ઞાન
૩૧૫
આત્મા જ્ઞાનવરૂપ કેમ:
શ્રમણ ભગવાન મહાવીર મહારાજે તે આત્માને અસંખ્યાત અંશોના સમુદાયરૂપે માન્યો છે, એટલું જ નહિ પણ તે આત્માને જ્ઞાનસ્વરૂપ જ માનેલે છે અને એ જ કારણથી શ્રમણ ભગવાન મહાવીર મહારાજ સર્વ આત્માઓને સર્વસ્વરૂપ યુક્તિપુરસ્સર જણાવી શક્યા છે. જ્ઞાનસ્વરૂપ આત્મા હેય તો જ કૈવલ્ય :
જે આત્માને સર્વજ્ઞસ્વરૂપ માનવામાં ન આવે અને ઇંદ્રિય અને પદાર્થના ક્રમિક સંયોગને આધારે જ જ્ઞાનવાળો થાય છે એમ માનવામાં આવે તે અતીત અને અનાગત કાળના પદાર્થોનું જ્ઞાન કોઈને પણ થઈ શકે જ નહિ, તેમજ વર્તમાન કાલના ક્ષણવંસી પદાર્થોનું જ્ઞાન થવાને તે સંભવ જ રહે નહિ, એટલે કહેવું જોઈએ કે ભગવાન મહાવીર દેવના શારાનને હિસાબે આત્માનું જ્ઞાનસ્વરૂપપણું હોવાથી આત્મા સર્વજ્ઞ થઈ શકે, અને અન્ય મત પ્રમાણે કોઈ પણ આત્મા કોઈ પણ કાળે સર્વજ્ઞ થઈ શકે નહિ. આત્મામાં જ્ઞાન ઉત્પાઘ કે અભિવ્યંજ્યઃ
વળી એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે જેમ જગતના ભૌતિક પદાર્થો પિતા પોતાના સાધને નિયમિત રીતે ઉત્પન્ન થાય છે, તેવી રીતે શિક્ષક અગર શાસ્ત્રાદિના સંગને પામવાવાળા સર્વ મનુષ્યો એક સરખા જ્ઞાનવાળા થતા નથી. જે જ્ઞાનની ઉત્પત્તિમાં કેવળ બાહ્ય સાધનો ઉપર જ આધાર રાખવામાં આવે તો જગતના બાહ્ય પદાથની માફક નિયમિત ઉત્પત્તિ અને સ્થિતિ વગેરે થવાં જ જોઈએ. એટલું જ નહિ પણ જ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ સર્વ જીવોને તે જ્ઞાનની એક સરખી સ્થિતિ હતી નથી, કેટલાક અને ઉત્પન્ન થએલા જ્ઞાનની ચિરકાલ સ્મૃતિ હોય છે. કેટલાકને અલ્પકાલીન સ્મૃતિ હોય છે, કેટલાકને નિયમિત સ્મૃતિ હોય છે, કેટલાકને અનિયમિત સ્મૃતિ હોય છે. અનુભવથી પણ જ્ઞાનને ગુણ અને તેનાં આવરણે માનવાની જરુર :
આ સર્વ ત્યારે જ યુક્તિયુક્ત થઈ શકે કે જ્યારે આત્માને જ્ઞાનસ્વરૂપ માનીને તેને રોકવાવાળાં કર્મો માનવામાં આવે અને પછી તે કર્મોના ક્ષપશમની વિચિત્રતાને લીધે જ્ઞાનની ઉત્પતિ, સ્થિતિ આદિની વિચિત્રતા થાય અને આટલા જ માટે અન્ય કોઈ પણ દર્શનકારોએ નહિ માનેલાં એવાં જ્ઞાન, દર્શન, શ્રદ્ધા, વર્તન અને દાનાદિક ગુણોને રોકવવાળાં કર્મો જણાવી શ્રમણ ભગવાન મહાવીર મહારાજે જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારનાં કર્મો જણાવ્યાં અને તેના બંધ, ઉદય, ઉદીરણ, સત્તા વગેરેનાં સ્વરૂપો જણાવી તેનાં ક્ષય, ઉપશમ અને ક્ષોપશમને માટે ધર્મની જરૂરીઆત જણાવી. આવી રીતે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે અસંખ્યાત પ્રદેશમય, ચૈતન્યસ્વરૂપ આત્માને માનીને મોક્ષમાં કેવળજ્ઞાનની હયાતિ માની, ત્યારે આ વૈશેષિક વગેરેએ શરીરધારા-શરીરસિવાયજ્ઞાન થાય જ નહિ એમ માની મોક્ષમાં જ્ઞાન છે જ નહિ એમ માન્યું. જો કે તે જ વૈશેષિકેને શરીર અને મન વગર પણ પરમેશ્વરના આત્મામાં તે જ્ઞાન માનવું જ પડ્યું છે તો પછી પરમેશ્વરની વિજાતીયતાની માફક આત્માને આકાશાદિ સર્વથી વિજાતીયતા
For Private And Personal Use Only