Book Title: Jain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 193
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૩૧૩ ભગવાન મહાવીરે વિસ્તારેલું તત્ત્વજ્ઞાન આગળ કર્યું, અને તેથી આધિભૌતિક સામ્રાજ્યની સૃષ્ટિ માટે પરમેશ્વરનાં જ પગલાં માંડવાં પડ્યાં, અને વૈશેષિક તથા નિયાયિકને તો એટલે બધે સુધી પરમેશ્વરનાં પગલાં આધિભૌતિક સમૃદ્ધિ માટે દાખલ કરવાં પડ્યાં કે જગતમાત્રના હરકોઈ પ્રાણીના, હરકોઈ ક્ષણના, હરકોઈ કાર્યમાં તે આધિભૌતિક ઇશ્વરના પ્રભાવને જ દાખલ કરે પડ્યો, અને તેથી છિદ્રઘટ, છિદ્રપટ વગેરે સમસ્ત ફેરફાર પામવાવાળાં કાર્યોમાં તેના પ્રભાવને જ દાખલ કર્યો. ઘડા વગેરે પદાર્થને એક પણ કણીઓ ખસે અને તે કણીઓ વગર ઘડા આદિ પદાર્થોનું જે સત્ત્વ રહે તે બધું ઈશ્વરની કૃતિમાં જ ઉમેરી દીધું. રેતી વગેરેમાં થતા હવાને આકારે પણ તેઓને ઈશ્વરકતૃક જણાયા. આ બધી વસ્તુસ્થિતિને પહોંચી વળવા માટે તેઓને ઈશ્વરને જગવ્યાપી ઠરાવ પડ્યો, કેમકે ખુદ પરમેશ્વરના આત્માની જગવ્યાપિતા ન કરાવે તો સર્વત્ર, સર્વ ક્ષણે, સર્વ કાર્યોની કતાને ઉકેલ બનવાનું અસંભવિત થાય. શેષ જીવેને પણ સર્વવ્યાપક કેમ માનવા પડયા : અને જ્યારે પરમેશ્વરને પણ એક આત્મા તરીકે માને, અને તેને જ્યારે તેઓ સર્વવ્યાપક તરીકે ગણે તે પછી શેષ આત્માઓને તેને સર્વવ્યાપક તરીકે ગણવા જ પડે. વિચિત્રતા તે એ છે કે અન્ય અન્ય સ્થાનોએ, અન્ય અન્ય જીવોના ભાગ્ય પદાર્થોની ઉત્પત્તિ માટે તે જીવોના કર્મોને ત્યાં હાજર રાખવાની ધૂન વૈશેષિકે વગેરેને લાગી અને તેથી તેઓએ પરમેશ્વર સિવાયના આત્માઓને પણ તે તે તેમના તેમના ભેચ્ય પદાર્થોને ઉત્પન્ન કરવામાં રોકી દીધા. જ્ઞાન જુદુ કેમ માનવું પડયું : જે કે તેઓને હિસાબે પરમેશ્વર જ તે કામ કરી લેત તે ચાલત, અને પમેશ્વર સિવાયના સર્વ આત્માઓને જયારે તેઓએ સર્વવ્યાપક માન્યા ત્યારે તેઓને આત્મામાં જ્ઞાનનું સ્વાભાવિકપણું સ્થાપવું મુશ્કેલ પડવું, કેમકે એ હકીકત તો અનુભવસિદ્ધ છે કે આત્માને શરીરધારાએ જ જ્ઞાન થાય છે, અને તે શરીર દ્વારા ઉત્પન્ન થએલું જ્ઞાન તે તૈયાયિકવૈશેષિકાને સર્વત્ર રહેલા સર્વ આત્મામાં માનવું જ પડે, અને તે અપેક્ષાએ તેમના હિસાબે મૃતક માં પણ આત્મા અને તેના જ્ઞાન બંને રહેલાં જ છે. જ્યારે એમના મુદ્દા પ્રમાણે મૃતકોમાં પણ આત્મા અને જ્ઞાન બંને રહેલાં છે, તે પછી મૃત અને સચેતનમાં તેમને કોઇ પણ જાતને કરક રહેતો નથી, કદાચ તેઓ એમ કહી શકે કે તે મૃતક કલેવરમાં મન નથી, માટે જ્ઞાનની ઉત્પત્તિ, સ્મરણ કે પ્રત્યભિજ્ઞાન જેવું કાંઈ પણ તે મતકમાં બનતું નથી. આત્મવ્યાપકતા એ પર્યાવસાનમાં નાસ્તિકતા : તેમની આ દલીલના પર્યવસાનમાં એમ માનવું જ પડે કે જ્ઞાનનું ઉત્પન્ન થવું કે ટકવું એ મનના આવવા, રહેવા અને જવા ઉપર જ આધાર રાખે છે, તે પછી તેઓને જરુર એ વિચારવું પડશે કે એક સ્થાને એક આત્માને થએલું જ્ઞાન અન્ય સ્થાને તે આત્મા કેમ સંભારી શકે? કેમકે આમાની સર્વવ્યાપકતા હોવાથી માત્ર દેહ અને મનનું જ પર્યટન થાય છે, અને તેથી મન દ્વારાએ નવું જ્ઞાન નવે સ્થાને થાય એમ માની લઈએ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231