________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪
શ્રી જૈન સત્ય પ્રકાશ
કાર્તિક પણ જૂના સ્થાને થયેલું જૂનું જ્ઞાન કેમ સંભારી શકે? કેમકે નવે સ્થાને રહેલા આત્મામાં તે જ્ઞાન થયું જ નથી. વળી સ્વર્ગ, નરક વગેરેમાં આત્માને જવાની વાત તે પણ તેઓના શાસ્ત્રોમાં કહેલી છતાં યથાર્થ રીતે માનવી મુશ્કેલ પડે છે. વળી તેઓ આત્માને જ્ઞાનના સ્વભાવવાળે ન માનતા હોવાથી જ મોક્ષમાં ગએલા આત્માઓને જ્ઞાન હોય એમ માની શકતા નથી. જો તેઓ આત્માને જ્ઞાનસ્વભાવવાળો માને, તે જ મુક્ત થયેલા આત્માને પણ જ્ઞાન માની શકે. આત્મા અને જ્ઞાનને જોડનાર :
પણ તેઓએ આત્માને જ્ઞાન સ્વભાવવાળ નહિ માનતાં જ્ઞાનના આધારભૂત આત્માને માનેલો છે, અને જ્ઞાનને આત્માથી જુદું માનવાના લીધે આત્માનો તેની સાથે સંબંધ કરવા એક સર્વવ્યાપક સમવાય નામના સંબંધ કલ્પી લેવો પડ્યો છે, પણ તે સમવાય નામને સંબંધ સર્વવ્યાપક અને એક માનવાથી સર્વ આત્માઓમાં સર્વ જ્ઞાનના સમવાયો માનવાની ફરજ પડી અને તેવી જ રીતે આકાશાદિ અચેતન પદાર્થોમાં પણ જ્ઞાનનો સમવાય છે એમ માનવાની જરૂર ઉભી થઈ એટલે સ્પષ્ટ થયું કે આમાથી જ્ઞાનને જુદુ માન્યું, આત્માને સર્વવ્યાપક માન્યો, જ્ઞાનને એક દેશમાં રહેલું માન્યું, અને જડ એવા એક મનને આધારે જ, સીધા શબ્દોમાં કહીએ તો નાસ્તિકમાં ભળી જાય તેવી રીતે, જ્ઞાનની ઉત્પત્તિ, સ્થિતિ વગેરે માન્યાં અને તેવા જ્ઞાનના સંબંધને માટે સમવાયની કલ્પના કરવી પડી અને તે સમવાય જ્ઞાન વગર પગ આકાશાદિ બધામાં માન પડ્યો, આ બધી પંચાત આધ્યાતિમક પદાર્થોઠારાએ પરમેશ્વરની પ્રભુતાની પ્રણાલિકાના પેદા કરનાર શ્રમણ ભગવાન મહાવીર મહારાજને પડી નહિ. તેઓએ આત્માની સિદ્ધિનું સાધન જે ચેતન્ય તે શરીરમાં જ છે, તેથી આત્માની સત્તા શરીરમાં જ સાચેસાચી રીતે હતી તે જણાવી. આત્માને નિરંશ કે સાંશ માન:
વળી જેઓને આત્મા સર્વવ્યાપક માનવો હતે, તેઓને આત્મા સર્વવ્યાપક છતાં પણ અખંડ દંડાકાર માનવો પડ્યો, છતાં પણ હસ્ત, પાદ, વગેરે અંગે અને આખું શરીર તે આત્માને અવહેદક તરીકે તે ગણવું જ પડવું. શરીર એ ભૌતિક પદાર્થ છે અને તે શરીર જેટલું જેટલું પિતાના કણી દ્વારા અવચ્છેદક બને તેવો બારીક અંશ વૈશેષિકઆદિકથી માની શકાય નહિ, ત્યારે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે આત્માના અસંખ્યાંશ માની તેઓની એકત્રતા થઈને આત્મદ્રવ્યનું સત્ત્વ છે એમ જણાવ્યું અને તેથી જ શરીરના કોઈ પણ એક ભાગની ક્રિયા ક્ષત, સંહણું વગેરે કાર્યો આત્માના તે તે ભાગથી થએલા માનવામાં અડચણ આવી નહિ. દરેક મનુષ્ય અનુભવી શકે છે કે શરીરમાં દરેક ઇકિયો અને દરેક અવય જુદાં જુદાં કાર્યો કરે છે, જુદા જુદા અનુભવમાં સાધનભૂત થાય છે અને તે તે વસ્તુ, તે તે આત્માના અંશની મદદથી જ બને છે. અંતમાં, વૈશેષિકાદિના મત પ્રમાણે આત્મા ભવાંતરે ન જાય અને મન જાય અને તે મન તેઓના મતે અણુ છે, માટે તે મનના સંયોગ માટે પણ શરીર, છદ્રિના સંગોની માફક આત્માને અંશ સમુદાયરૂપે માનવો જ પડશે.
For Private And Personal Use Only