Book Title: Jain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

Previous | Next

Page 204
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ હવે આપણે શ્રી મહાવીરચરિત્ર તરફ દષ્ટિપાત કરશું તો જણાશે કે જે પ્રભુ મહાવીરસ્વામીની ત્રિપદીના આધારે દ્વાદશાંગીની રચના થઈ અને એ દ્વાદશાંગીથી વૃક્ષ ફાલી ફૂલીને સમૃદ્ધ બન્યું, તે મહાવીર સ્વામીનું જીવનચરિત્ર, આ વીસમી સદીમાં, સાધનોની અનુકૂળતાવાળા જમાનામાં પણ, વૈજ્ઞાનિક પદ્ધતિ પુરસ્પર અને અભ્યાસીઓની સુધાને તૃપ્ત કરી શકે તે પ્રમાણે તૈયાર થઈને હજી બહાર પડયું નથી એ ખરેખર ચતુર્વિધ સંઘને વિચારવું ઘટે. આ માટે મેં ઈ. સ. ૧૯૨૮માં ઉજવાયેલ શ્રી મહાવીર પ્રભુના જન્મકલ્યાણક પ્રસંગે મારું વક્તવ્ય રજુ કરી બનતે પ્રયત્ન કર્યો હતો. જે એ વખતે એની શરૂઆત થઈ શકી હોત તો આજે એ મહાવીરચરિત્રના ગણેશ માંડવાની વાત કરવાને બદલે એની પૂર્ણાહુતિ ઉજવવાનો સુયોગ આપણને મળ્યા હતા. હજી પણ એ દિશામાં પ્રયાસ થાય તો સારું. આને માટે શાં શાં સાધનો છે તેની સંપૂર્ણ તૈધ થવી ઘટે. એ કાર્ય તુરત હું કરી શકું તેમ નથી એટલે દિશાસૂચનરૂપે થોડાક ઉલ્લેખ કરી સંતોષ માનું છું. શ્રી મેરવિજ્યગણિકૃત ચતુર્વિશતિજિનાનંદસૂતિ (મો. ૯૭)ના સ્પષ્ટીકરણ (પૃ. ૧૬૪–૧૬૫ )માં મેં જે જે આગમોમાંથી શ્રી મહાવીરસ્વામીના જીવન પ્રસંગે ઉપર થોડે ઘણે પ્રકાશ પડે છે તેને ઉલેખ આપવા ઉપરાંત મહાવીર પ્રભુના સ્વતંત્ર જીવનચરિત્ર જે લખાયાં છે તેની નોંધ પણ આપી છે. સાથે સાથે કેટલીક વિશિષ્ટ પ્રસ્તાવના વગેરેનો પણ નિર્દેશ કર્યો છે. આ સાધમાં વીરભક્તામર, શ્રી વિશાલરાજસૂરિના શિષ્યકત મહાવીરચરિત્ર, શ્રી મહાવીર પ્રભુને લગતું સ્તોત્રસાહિત્ય, કેટલાક ઉત્કીર્ણ લેખમાં કરાયેલા ઉલેખોઅન્યાન્ય ગ્રંથે ના પ્રારંભમાં અપાયેલાં ગૌરવસૂચક પદ્યો, શ્રી ધવલકૃત હરિવંશપુરાણ અને અમરકીર્તિકૃત મહાવીરચરિત્રની નોંધ ઉમેરવી. વિશેષમાં Indische Studionમાંની શ્રી કવાયી હકીકતો, “Essai de Bibliographie Jaina” તેમજ લાલાપ્રસાદકૃત Jaina Bibliography” કે જેમાં ૧૨૯૪ પુસ્તકોની યાદી અપાયેલી છે તેને, પ્ર. વિન્ટનિસે જર્મન ભાષામાં તેમજ અંગ્રેજીમાં લખેલ " ભારતવર્ષીય સાહિત્ય મને તથા . શુબિંગકૃત “Die Lehre der Jainas”ને પ્રસ્તુત વિભાગ, અંગ્રેજી વગેરે ભાષામાં લખાયેલા વિશ્વકોષો, જેયુગ”માંના વિશિષ્ટ લેખો તેમજ મારા પણ કોઈ લેખ૮ એ દિશામાં ઉપયોગી હોય તે તેને હું અત્ર ઉમેરારૂપે ઉલ્લેખ કરતા વિરમું છું. ૧૭. વીરશાસનના તા. ર૭–૪-૨૮ ના અંકમાં આ છપાયેલ છે. ૧૮. આની યાદી નીચે મુજબ છે :--- (અ) શ્રી મહાવીર પ્રભુના જીવનની વિશિષ્ટ ઘટનાઓ જૈન તા. ૧-૪-૨૮ (૮-૪-૨૮ (આ) શ્રી મહાવીર પ્રભુની જયંતીને લગતું વક્તવ્ય વીરશાસન તા. ૨૭-૪-૨૮ (ઈ) દેવાર્ષની દેશને જૈન તા. ૬-૪-૩૦ (ઈ) વિભુ વર્ધમાનની વિશિષ્ટતાઓ તા. ૧૭-૪-૩૨ (ઉ) વિભુ વર્ધમાનની વૈગ્રહિક વિભૂતિ શિ તા. ૨૩-૪-૩૩ (૪) ચરમ જિનેશ્વરનું જન્મકલ્યાણક જેન તા. ૨૫-૩-૩૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231