________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૩.
૨૪3
શ્રી મહાવીર અને મખલીપુત્ર એકતાન બનેલ શ્રી મહાવીરની પાછળ પાછળ પ્રયાણ કરવાથી તેની સાથે દરેક સ્થળે જનતાને વર્તાવ પ્રભુશ્રીના શિષ્ય જેવો હતા.
ગોશાલાની નજર, ધીખતી ભોમ પર ઉઘાડા શરીરે સૂર્ય સામે આતાપના લઈ રહેલ એક જટાધારી તાપસ પર પડી. એની જટામાંથી જે જે જુ–સુકા-બરી નીચે પડડી, તે તરત જ ઉચકી લઈ, સ્વહસ્તે જટામાં મૂકી દેતો ! આવી સખત ગરમીની પરવાહ કર્યા વગર સ્વીકાર્યમાં એકતાન બનેલ આ ઋષિને જોતાં જ કુતૂહલી ગોશાલો એના તરફ અંગુલિ દર્શાવતે બોલી ઉો–ખરેખર, યુકાનું શાતર ! ” વારંવાર એ વાક્યને ઉચ્ચારતો તે એની સામે જોઇ હસવા લાગ્યો.
આ કણ કટુ શબ્દો સાંભળતાં જ તે તાપસને ક્રોધ ચઢયો. તેને ચહેરા એકાએક લાલચાળ બની ગયે, અને જોત-જોતામાં આ મશ્કરી કરનારને શિક્ષા કરવા–તેની પામરતાને ખ્યાલ કરાવવા અને સ્વશક્તિને પરચે બતાવવા તેણે ગોશાળા ઉપર તેજો લેસ્પી મૂકી.
એકાએક જાણે મહાસાગરે મર્યાદા ન મૂકી દીધી હોય; કિંવા એકાદા ઉંચા પહાડનું શંગ ન તૂટી પડયું હોય અથવા ભીષણ ગરવ પછી અચાનક વિદ્યુતપાત ન થયો હેય, એ ભીષણ ગભરાટ ચારે તરફ પ્રસરી રહ્યો ! ઉષ્ણતાના એ પ્રબળ અને ભયંકર ઝંઝાવાતમાં મંખલીપુત્રના રામ રમી પણ ગયા હેત !
પણું કરુણાસાગર શ્રી મહાવીરે સ્થિતિની બારિકાઇ અનુલક્ષી સામે શીતલેસ્યા છોડી. એ શીલતાના પ્રવાહમાં તેજના પુલો ભળી ગયા. આમ મંખલીપુત્ર મતના પંઝામાંથી ઉગર્યો.
વિહારમાં આગળ વધતાં, પ્રભુમુખથી તેજોલેસ્યા પ્રાપ્ત કરવાને વિધિ એણે શીખી લીધે. દયાસમુદ્ર શ્રી વીરે એથી થનાર આગામી સંકટ ભાળ્યા છતાં તેને તે શીખવ્યો. શાસ્ત્રકારે ‘સ્વચ:પાને મુબંગાનાં જેવા વિષવર્ધનમ્' તરીકે એ વાતની નોંધ લીધી.
બીજો પ્રસંગ
“સ્વામિન, પિતાને જિન તરિકે ઓળખાવનાર અને આજ ક મતને સ્થાપક, મેખલીપુત્ર ગશાળ, આપે જાહેર કરેલ કે “શ્રાવસ્તિમાં બે જિન નથી પણ એક જ છે.” એ વાકયથી ક્રોધધ બની આપની પાસે આવી રહેલ છે.”
ગૌતમ, તે ભલે આવે. તમે સર્વ સાધુઓ, એની સાથે કોઈ પણ તના આલાપ સંલાપ કર્યા વગર, એક બાજુ ખસી જજે ! જે યોગ્ય હશે તે હું જ કહીશ ને કરીશ.”
જેના ચહેરાની પ્રભા ધગધગતા અંગારા સમી લાલચોળ બની ગઈ છે અને રેષાનળથી જેના અંગો ધ્રુજી રહ્યાં છે એવા ગશાળે પ્રભુ સન્મુખ આવતાં વેંત જ
For Private And Personal Use Only