________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૦
શ્રી મહાવીર નિર્વાણ ત્યાં પુણ્યપાળ રાજા વાંદવા આવ્યા. તેમણે જાતે દેખેલા ૮ આઠ મહાસ્વમનું ફળ પુછયું. પ્રભુએ એ સ્વમાઓના ફળરૂપે જૈનશાસનની ભવિષ્યમાં–કળીકાળમાં થનારી સ્થિતિનું સવિસ્તર વર્ણન કહી સંભળાવ્યું.
ત્યારપછી ગૌતમસ્વામીએ પ્રભુ શ્રી મહાવીરને પૂછયું કે: – “ હે ભગવન! તમારા નિર્વાણ પછી શું શું થશે ? ” પ્રભુએ કહ્યું કે- “ગૌતમ ! મારા મેક્ષ-ગમન બાદ ત્રણ વર્ષ સાડા આઠ માસ વ્યતીત થએ દુસમાં નામે પાંચમો આરો શરૂ થશે.”
મારા મોક્ષગમન બાદ ૬૪ વર્ષ પછી ચરમ કેવલી જંબુસ્વામી મોક્ષે જશે. તે જ સમયે મન:પર્યવજ્ઞાન, પરમાવધિ, પુલાક લબ્ધિ, આહારક શરીર, ક્ષકશ્રેણિ, ઉપશમશ્રેણિ, જિનકલ્પ, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપાય, યથાખ્યાતચારિત્ર, કેવલજ્ઞાન અને મોક્ષગમનઃ આ બાર વસ્તુઓના ભરતક્ષેત્રમાં વિચ્છેદ થશે.
આર્ય સુધર્માથી શરુ કરીને યાવત દુઃ૫મહસૂરિ સુધી યુગપ્રધાન આચાર્ય ૨૦૦૪ થશે.
મારા નિર્વાણ પછી ૧૭૦ વર્ષે યૂલિભદ્રના સ્વર્ગારોહણ થયા બાદ છેલ્લા ચાર પૂર્વ, સમચતુરસ્ત્ર સંસ્થાન, ઋષભનારા સંઘયણ, મહાપ્રાણધ્યાન વ્યુચ્છેદપણાને પામશે.
પાંચ વર્ષ પછી આર્યવન્દ્રના સમયમાં દશમું પૂર્વ, ચાર સંધયણું પણ યુછેદ થશે. મારા મોક્ષગમન પછી પાલક, નંદ, ચંદ્રગુપ્ત, વગેરે રાજ્ય ચલાવી રહ્યા બાદ ૪૭૦ વર્ષે વિક્રમાદિત્ય રાજા થશે. તે આ પ્રમાણે –
૬૦ વર્ષ પાલકનું રાજ્ય ૧૫૫ ,, નંદનું રાજ્ય ૧૦૮ , મૌર્યવંશીઓનું રાજ્ય ૩૦ ,, પુષ્યમિત્રનું રાજ્ય ૬૦ ,, બલમિત્ર ભાનુમિત્રનું રાજ્ય ૪૦ , નરવાહન રાજાનું રાજ્ય ૧૩ , ગદ્દભિલ રાજાનું રાજ્ય ૪ , શક રાજાનું રાજ્ય
४७० | વિક્રમાદિત્ય રાજા સુવર્ણ પુરૂષની સાધના કરી પૃથ્વીને ઋણમુક્ત કરી પિતાને સંવત્સર પ્રવર્તાવશે. તે ગભિલ રાજાના ઉછેદક કાલકાચાર્ય [મારા મોક્ષગમન બાદ] ૪૫૩ વર્ષ થશે.
દુસમ સમયમાં મોટાં મગરે ગામ જેવાં અને ગામ સ્મશાન સમાન થશે; અને યમના દંડ જેવા (ભયંકર ) રાજાઓ થશે; કૌટુમ્બિકે દાસ જેવા થશે; કાર્યવાહક (એદ્દેદારો) લાંચ લેનારા થશે; નોકર ચાકર સ્વામિદ્રહ કરનારા થશે; સાસુ કાલરાત્રિ સમાન થશે, અને વહુ સાપ જેવી થશે; નિર્લજ્જ (લાજ વગરની ), કટાક્ષથી જોનારી અને દુરાચારિણી કુલાંગનાઓ થશે; શિષ્યો તેમજ પુત્ર સ્વછંદે ચાલનારા થશે; મેઘ (વર્વાદ) વેળાસર વર્ષશે નહિ અને સમય વિતે વર્ષશે; દુર્જન લેકે સુખી, ઋદ્ધિસંપન્ન
For Private And Personal Use Only