________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૩
અગિયાર ગણધરે
૬. શ્રી મંડિત ગણધર. છઠ્ઠા ગણધર બી મંડિત મહારાજ, વાસિક ગેત્રના, મૌર્ય ગામના રહીશ, વિપ શ્રી ધનદેવ અને માતા શ્રી વિજયદેવાના પુત્ર હતા. તેમને સિંહ રાશિ અને મધ નક્ષત્રમાં જન્મ થયો હતો. બહસ્પતિને પણ તે એવા બુદ્ધિવંત હોવાથી તેઓ થોડા સમયમાં ચૌદ વિદ્યાના પારગામી થયા. તે હમેશાં ૩૫૦ શિષ્યોને ભણાવતા હતા. તેમને બંધ – મોક્ષની બાબતમાં સંદેહ હતા, તે પ્રભુ વીરે દૂર કર્યો, તેથી તેમણે ૫૪ મા વર્ષની શરૂઆતમાં પ્રભુની પાસે દીક્ષા લીધી. તેઓ ગણધર પદમી પામ્યા હતા અને દ્વાદશાંગીના રચનાર હતા. તેઓ શ્રી ધસ્થપણામાં ૧૪ વર્ષ સુધી રહ્યા. એટલે – ૬૮ માં વર્ષની શરૂઆતમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા. કેવલિપણે ૧૬ વર્ષ સુધી વિચરી, ૮૩ વર્ષનું સર્વાયુ પૂર્ણ કરી પ્રભુની હયાતીમાં જ તેઓ મુક્તિ પદને પામ્યા. બાકીની બીને પહેલા ગણધરની માફક સમજી લેવી.
૭. શ્રી મીર્યપુત્ર ગણધર. આ મૌર્ય પુત્ર ગણધર મહારાજા- કાશ્યપ ગોત્રના મૌર્યગામવાસિ, મૌર્ય બ્રાહ્મણના પુત્ર હતા. તેમની માતાનું નામ વિજયદેવા હતું. તેઓને જન્મ વૃષભ રાશિમાં મૃગશીર નક્ષત્રમાં થયું હતું. તેઓ ચૌદ વિદ્યાના પારગામી હતા અને ૩૫૦ શિષ્યના અધ્યાપક હતા. તેમને “દે છે કે નહિ” એવો સંશય હતે. પ્રભુ વીરે તે દૂર કર્યો એટલે ૬૫ વર્ષની ઉંમરે તેઓ દીક્ષિત બની ગણધર બન્યા. સર્વ લબ્લિનિધાન એવા તેઓ શ્રી ૧૪ વર્ષ છદ્મસ્થપણામાં રહ્યા, એટલે ૭૮ વર્ષ વીત્યા બાદ ૮ મા વર્ષની શરૂઆતમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા. ૧૬ વર્ષ સુધી કેવલિ પણે વિચરી સર્વાયુ (૬પ-૧૪+૧૬ ) ૯૫ વર્ષનું પૂર્ણ કરી પ્રભુની હયાતીમાં શૈલેશી અવસ્થા અનુભવીને તેઓ નિર્વાણપદ પામ્યા. બાકી બીને આગળ પ્રમાણે સમજવી.
૮. શ્રી અકપિત ગણુધર. આ આઠમા ગણધર મહારાજ, ગૌતમગેત્રના, પિતા દેવ બ્રાહ્મણ અને માતા જયંતીના પુત્ર હતા. તેઓને મકરરાશિ, ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મ થયો હતો. તીવ્ર બુદ્ધિના પ્રભાવે એ દર્શનનાં શાસ્ત્ર ભણીને તેઓ મહાસમર્થ વિદ્વાન થયા. તેઓ ૩૦૦ શિષ્યોને ભણાવતા હતા. તેમનો “નારકીઓ છે કે નહિ” આ સંશય પ્રભુશ્રી વીરે દર કર્યો એટલે તેમણે પ્રભુની પાસે ૪૯ માં વર્ષની શરૂઆતમાં દીક્ષા લીધી, અને તેઓ ગણધર પદવી પામ્યા. ૯ વર્ષ છદ્મસ્થપણે રહી તેઓશ્રી ૫૮ માં વર્ષની શરૂઆતમાં કેવલજ્ઞાન પામ્યા. ર૧ વર્ષ સુધી ધ્યાનાતીત ભાવે વિચરી, ઘણું ભવ્યને મેક્ષ માર્ગને મુસાફર બનાવી, સર્વાયુ (૪૮+૯+૨૧) ૭૮ વર્ષનું પૂર્ણ કરી પંચમ ગતિ (મેક્ષ) ને પામ્યા. બાકીની બીના શ્રી ક્રિભૂતિજની માફક જાણવી.
૯, શ્રી અચલબ્રાતા ગણધર. આ શ્રી ૯ મા ગણધર મહારાજ કોલા (અયોધ્યા) નગરીના રહીશ, હારિતગોત્રના પિતા શ્રી વસુ બ્રાહ્મણ અને માતા નંદાના પુત્ર હતા. મિથુનરાશિ અને મૃગશીર નક્ષત્રમાં તેઓ જન્મ્યા હતા. સાંખ્ય, બૌદ્ધ દર્શનાદિ સર્વ શાસ્ત્રોના તેઓ પારગામી બન્યા.
For Private And Personal Use Only