________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
====ાખ્યા
ભગવાન મહાવીરે વિરતારેલું તત્વજ્ઞાન
કે ૦૩ અને જ્ઞાન ગૌણ હોય તો પણ મોક્ષ થાય એવું પણ સ્વીકારતા નથી. અને આ જ કારણથી શ્રમણ ભગવાન મહાવીર મહારાજે તરવજ્ઞાનને પ્રચાર કરતાં ૧. મુક્યું , ૨. હી હૈયે, રૂ. સુચે સી તેથ, ૪. સીઢ સુચે છે , આ ચારે પ્રકારને નિષેધ કર્યો અર્થાત એકલું જ્ઞાન એ પણ શ્રેષ્ઠ નહિ, એકલી ક્રિયા એ પણ શ્રેષ્ઠ નહિ, કૃતગૌણ અને શીલ મુખ્ય એ માર્ગ પણ શ્રેષ્ઠ નહિ, તેમજ શીલ ગૌણ અને શ્વત શ્રેષ્ઠ એ માર્ગ પણ શ્રેષ્ઠ નહિ, એટલે ચારમાંથી એક પણ પ્રકારે મોક્ષને સાધનાર નથી. શ્રત અને શીલના ભાંગ અને તેની સમજ :
આવી રીતે આ ચાર પ્રકારેને વ્યર્થ જણાવીને પોતે ચાર પ્રકાર એવા કરે છે કે - (૧) સદ્વર્તનને શ્રેષ્ઠ જાણે અને માને છતાં સદ્વર્તન કરે નહિ, (૨) સવર્તનને સારી રીતે આચરે ખરો પણ સદ્વર્તનનું સ્વરૂપ જાણે કે માને નહિ. (૩) સ૬ વર્તનનું સ્વરૂપ યથાસ્થિત તરીકે જાણે, માને અને સંપૂર્ણ રીતિએ આચરે અને (૪) ચોથા ભાંગામાં સ૬ વર્તનના સ્વરૂપને જાણે માને પણ નહિ અને સદ્વર્તનને આચરે પણ નહિ. આવા ચાર પ્રકારના જૈનશાસનમાં પણ પુરુષ હોય છે, પણ તેમાં માત્ર મોક્ષ મેળવનાર જે કઈ હોય તો તે ત્રીજે ભાગે કે જેમાં સદ્દવર્તનને જાણવા, માનવાનું અને આચરવાનું છે, તે ભાંગાવાળો જ મનુષ્ય મેક્ષ મેળવી શકે છે. આ ઉપરથી ચોથો ભાગે કે જેમાં સવર્તનને જાણવા માનવાનું નથી, તેમ સદ્દવર્તનને આદરવાનું પણ નથી, તેવા ચોથા ભાંગામાં રહેલે મનુષ્ય મેક્ષ ન સાધી શકે અને તે મેક્ષને ન સાધવારૂપ વિરાધકપણે જ તેને હોય તેમ મનાય તેમાં આશ્ચર્ય જ નથી. અભિમુખ અને વિમુખતારૂપ આરાધક વિરાધકતાની સમજણ
જે કે પહેલા ભાંગામાં સદ્દવર્તનનું આચરણ નથી, પણ સવર્તનને શ્રેષ્ઠ તરીકે જાણે અને માને છે અને તેથી સદ્વર્તનની ઉત્તમતા રોમેરોમ વસી જાય, તો પણ તે સદ્દવર્તન કરતો નથી, માટે તે ક્રિયારહિત હોવાથી તે ક્રિયા અંશનો વિરાધક છે. એવી જ રીતે બીજ ભાંગામાં કોઈ તેવા મહાપુરુષના સમાગમથી કે અન્ય કોઈ પણ કારણથી સદ્દવર્તનને આચરનારો છે, પણ સદ્વર્તનની શ્રેષ્ઠતાને જાણનારો માનનાર નથી, તેથી તે માત્ર અંશને જ આધારક છે. આવી રીતે આરાધક, વિરાધક, સર્વ આરાધક અને સર્વ વિરાધકના સ્વરૂપને યથાસ્થિતપણે સમજનાર મનુષ્ય શ્રમણ ભગવાન મહાવીર મહારાજના તત્ત્વવિજ્ઞાનના વિસ્તારને સમજતાં સ્પષ્ટપણે સમજી શકશે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે જૈનધર્મમાં જ્ઞાન અને ક્રિયા એ બંનેને એકસરખી રીતે જ મુખ્ય માર્ગ તરીકે ગણેલા છે અને તેથી જૈન શાસ્ત્રકાર જ્ઞાન અને ક્રિયા એ બંનેને જૈનધર્મરૂપી રથના ચક્ર તરીકે માને છે. જ્ઞાન અને ક્રિયાને રથના ચકની ઉપમા કેમ ? - એ તે જાણીતી વાત છે કે રથના બે ચક્રમાં એક ચક્ર પણ ન હોય તે રથની ગતિ થાય નહિ, તેવી જ રીતે કેઈ પણ ચક્ર મોટું, નાનું હોય તો પણ તે રથની ગતિ બને નહિ. એવી જ રીતે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે જૈનધર્મ આદરનારાઓને સ્પષ્ટપણે જણાવી દીધું છે કે જે તમારે આ જૈનધર્મરૂપી રથથી મસપુરે પહોંચવું
For Private And Personal Use Only