________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાન મહાવીરે વિસ્તારેલું તત્વજ્ઞાન નથી. અર્થાત એમ કહેવું જોઈએ કે અન્ય આસ્તિક દર્શનોમાં મમતાને મારવા માટે કરેલી શાસ્ત્ર-સાંકળો કાર્ય કરનારી થઈ નહિ ત્યારે જૈનદર્શનમાં વિષમ કાલે પણ શાસ્ત્રની સાંકળોને સપાટો મમતાની મેજને મારવાને માટે સફળ નીવડે છે. જો કે મમતાની મેજને માટે મેક્ષના માર્ગને દોષ ન કઢાય, માત્ર તેને માનનારા મનુષ્યોના વર્તનનો જ દેષ ગણાય, પણ દ્રોહના દરિયાને દૂર કરવાની હકીકતમાં અંશે પણ તેમ નથી. મનુષ્યની જાતની માફક જીવની જાતઃ
જગતમાં બાલક હોય કે બાલિકા હોય, સ્ત્રી હોય કે પુરુષ હાય, વૃદ્ધ હોય કે વૃદ્ધ હોય, નેકર હોય કે શેઠ હોય, અધિકારી હોય કે તાબેદાર હેય, શ્રીમાન હોય કે દરિદ્ર હાય, રાજા હોય કે રંક હોય, પણ તે સર્વને મળેલી કે નહિ મળેલી સામગ્રી ઉપર વિચાર નહિ કરતાં તેને મનુષ્યત્વ ઉપર જ વિચાર કરાય છે. રાજ્યના કાયદા પ્રમાણે આંધળા, બહેરાં, કે લુલાં લંગડાનું ખુન કોઈ દિવસ નિર્દોષ તરીકે ગણાએલું નથી. કોઈ પણ રાજ્ય મુડીદારના ખુનને ખુન તરીકે અને શ્રમજીવીના ખુનને નિષ તરીકે જાહેર કરેલું જ નથી, અને જે એવી રીતે સામાન્ય વર્ગને માટે સાપરાધ મનુષ્યને વધ ગુહા તરીક ન ગણાય, તે તે નીતિ, કાયદો કે રિવાજ યોગ્ય છે એમ કોઈ પણ શાણે પુરુષ સમજી, માની કે કહી શકે નહિ. તેવી રીતે જગ પરમેશ્વરના પેગામમાં ચાહે તે એકલી સ્પર્શ જાણવાની તાકાતવાળા જીવ હોય, સ્પર્શ ને રસ જાણવાની તાકાતવાળો જીવ હોય, સ્પર્શ રસ ને ગંધને જાણવાની તાકાતવાળો જીવ હોય, પ, રસ, ગંધ, ને રૂપને જાણવાના સામર્થ્યવાળે જીવ હોય, સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દને સમજવાના સામર્થ્યવાળો સત્ત્વ હોય. એ પાંચ ક્રિો સાથે વિચારની શક્તિને ધારણ કરનાર પ્રાણી હોય, ચાહે તો મનુષ્ય હોય કે ચાહે તે જાનવર હોય, પણ તે સર્વની સરખી રીતે દ્રોહ-બુદ્ધિ ટાળવાનો ઉપદેશ હો જ જોઈએ. મુડીદારને રક્ષણ આપનારું રાજ્ય જેમ ન્યાયી ન ગણાય, તેવી જ રીતે સર્વ છે સંબંધી દ્રોહબુદ્ધિ સરખી રીતે નિવારવાને ઉપદેશ આપે નહિ તે જગતપરમેશ્વર પણ કહી શકાય નહિ. છકાય જીવની માન્યતા એ જ વર-વાણીઃ
આ સ્થાને વગર સંકોચે અમારે જણાવવું જોઈએ કે અન્ય દર્શનકારોએ એકલી સ્પર્શને જાણવાની શક્તિ ધરાવનારા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિની તે જીવ તરીકે ગણતરી જ કરી નથી અને આટલા જ માટે મૃતકવલીની તુલનામાં આવે એવા, મહારાજા વિક્રમને પ્રતિબોધ કરનારા સિદ્ધસેન દિવાકર મહારાજ પિતાના શાસ્ત્રમાં જેનપણાનું લક્ષણ જ એ જણાવે છે કે જેને પૃથ્વી આદિ છએ કાયોની માન્યતા હોય. કહેવાનું તત્વ એટલું જ કે જગતભરમાં એક જ આવું જેનદર્શન છે કે જેની અંદર પૃથ્વી આદિ છે એ પ્રકારના પદાર્થોને જીવંત તરીકે માનવામાં આવેલા છે. અન્ય દર્શનકારોએ આ પૃથ્વી આદિને જવ તરીકે માનવાની વાત તે દૂર રહી, પણ તે પૃથ્વી આદિ છએને જીવ તરીકે માની, તેની રક્ષા માટે કટીબદ્ધ થએલા પરમેશ્વરના પગામને પરમ પ્રીતિથી આદરનારા જૈનેની જાણે હાંસી જ કરવી હોય નહિ, તેવી રીતે જીવો નવય નીવન એમ કહી કાયની દયા પાળનારા જૈનેને ચીડવવા માટે જ તૈયાર થયા,
For Private And Personal Use Only