________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાન મહાવીરે વિસ્તારેલું તત્વજ્ઞાન યથાવસ્થિત સ્થિતિ કે જે પિતાને કેવલ્યથી પોતે સાક્ષાત જાણી છે તે સર્વ શ્રેતા જનોને કોઈ પણ પ્રકારના ફરક વગર જણાવે છે અને તેથી જેનોમાં આપ્તનું લક્ષણ પણ એ જ રાખવામાં આવ્યું છે કે કહેવા લાયક વસ્તુને સંપૂર્ણ પણે જાણે અને જેવી રીતે જાણી છે, તેવી જ રીતે કોઈ પણ પ્રકારે ઉત્કર્ષ કે અપકર્ષ કર્યા સિવાય અગર શ્રેતાની અવસ્થાની છાયાને પદાર્થમાં નહિ નાખતાં સાચેસાચી રીતે નિરૂપણ કરે તે જ આત કહેવાય. અત-ઉક્તિને લાભ રાજા અને રંકને સરખે જ હેય:
આવી રીત, કોઈ પણ વ્યક્તિ, કુલ કે જાતિની નિશ્રા કર્યા સિવાય, લક્ષણવાળા આત્માને જ પરમેશ્વર માને છે અને તેથી જ તેઓ જણાવે છે કે સર્વ તિરાદ્રિતષ, જાણિતાવારી ૪ વોર્ડન રમેશ્વરા જેવી રીતે દેવનું લક્ષણ જણાવ્યું તેવી જ રીતે ઉપદેશમાં શ્રોતાની પણ સાંસર્ગિક છાયા ન પડે અને હાય જ નહિ તેને માટે
व्यु, जहा पुन्नस्स कथइ तहा तुन्छस्स कत्यइ, जहा तुच्छस्स कत्थइ तहा પુનરત કથા અર્થાત એક ચક્રવતની આગળ જેવી રીતે ધર્મનું સ્વરૂપ કહેવું તેવી જ રીતે કોઈ દરિદ્રનારાયણ હોય તેને પણ ધર્મનું સ્વરૂપ કહેવું, અને જેવી રીતે દરિદ્રનારાયણ વ્યકિતને ધર્મનું સ્વરૂપ કહેવું, તેવી જ રીતે શ્રોતા ભલે ચક્રવતી હોય તે પણ ધર્મનું સ્વરૂપ તેવું જ બતાવવું. આવી રીતે માત્ર આત્માના કલ્યાણને માટે જ કટીબદ્ધ થએલા અને જગતના સર્વ ને માયાજાળની મુંઝવણમાંથી છોડાવીને આત્મકલ્યાણ તરફ જ કટીબદ્ધ કરનારા એવા મહાપુરુષને જ દેવ માનવામાં આવેલા છે. આધિભૌતિકથી ઇશ્વરનું અશ્વય કેમ નહિ?
તવંદષ્ટિથી વિચાર કરીએ તે દરેક આરિત મતવાળાઓ પિતા પોતાના ધર્મા. શાસ્ત્રોમાં પૌદ્ગલિક, બાહ્ય, આધિભૌતિક પદાર્થોને કેવળ ઉપાધિરૂપ અને સંસારરૂપ માને છે અને મનાવે છે, તે પછી તે જ આધિભૌતિક પદાર્થોનાં સર્જન અને દાનને અંગે પરમેશ્વરની મહત્તા માનવામાં પૂર્વ પર પદાર્થ અને મંતવ્યનો વિરોધ, તે તે મતના મનાતા મહર્ષિઓ પણ ધ્યાનમાં ન લે એ જૈનધર્મવાળાને તો મહદ્ આશ્ચર્યરૂપ લાગે છે. જૈનધર્મવાળા તો માને છે કે જ્યારે પરમેશ્વરને આત્મકલ્યાણને માટે જ માનીએ અને જગતના આધિભૌતિક પદાર્થોમાં પણ તત્વદષ્ટિ ધારણ કરાવનાર એવા નાસ્તિક દર્શનને ન માનીએ તે પછી પરમેશ્વરની મહત્તા આધિભૌતિક પદાર્થોનાં સર્જન વિસર્જન કે દાનઠારાએ ન માનતાં આત્મદર્શન અને આત્મસ્વરૂપના આવિર્ભાવક તરીકે જ માનવી ઉચિત છે, ઈતર દર્શનકારેને લીલાના પડદા કેમ?
આ જ કારણથી બીજા મતવાળાઓને પોતાના પરમેશ્વરનું આધિભૌતિક સ્વરૂપ આછાદિત કરવા માટે લીલા નામને પડદે બાંધવો પડે છે, કેમકે જૈનધર્મમાં મનાલા પરમેશ્વર સિવાય અન્ય મતમાં મનાએલા સર્વ પરમેશ્વરોને તે તે મતવાળા
એ કોઈ પણ પ્રકારે સંયમ, તપ, પરીષહસહન, ઉપસર્ગપરાજય, ધર્મ-શુકલધ્યાન કે વીતરાગતાવાળા માન્યા નથી, પણ દરેક અન્ય મનવાળાએ પોતપોતાના પરમેશ્વરને દુન્વયી નવાઈમાં મહત્તારેપણ કરી, મેટાઇને પદે ચઢાવેલા છે,
For Private And Personal Use Only