________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ
વિસ્તારેલું તત્ત્વજ્ઞાન
લેખક
આચાર્ય મહારાજ શ્રીમત સાગરાનંદસૂરિજી. ભગવાન મહાવીરના મેક્ષહેતુની વિલક્ષણતા અસદ્વર્તન પણ પ્રતિબંધક
જગતમાં કોઈ પણ ધર્મ કોઈ પણ ઉદ્દેશ સિવાય પ્રવર્તતે નથી, અને તેથી સામાન્ય રીતે સર્વ આસ્તિક મતાના ધર્મો અમુક ઉદ્દેશથી જ પ્રવર્તેલા છે અને તે બધા આસ્તિકાને મુખ્ય ઉદ્દેશ જે એક તરીકે મળતું આવે છે, તે બીજે કઈજ નહિ પણ મેક્ષપ્રાપ્તિને છે. વૈશેષિક દ્રવ્યાદિ સાત પદાર્થના સાધમ્ય વૈધમ્યજ્ઞાનને જરૂરી ગણાવે છે અને તેનું ફળ મોક્ષ થાય એમ માને છે. તૈયાયિક પણ પ્રમાણે, પ્રમેય આદિ સોળ પદાર્થોના તત્ત્વજ્ઞાનને જરુરી જણાવી, તેવા તત્વજ્ઞાનથી મોક્ષ થવાનું માને છે. સાંખ્ય કે જે કપિલના નામે ઓળખાય છે તે પ્રકૃતિ આદિ પચીશ તને જાણવાનું જરૂરી જણાવી પ્રકૃતિ અને પુરુષના સ્વભાવનો ભેદ જાણવાથી મેલ થાય એમ માને છે. બૌદ્ધો પદાર્થોને સામાન્ય રીતે પ્રાથમિક દૃષ્ટિએ ક્ષણિક મનાવી પછી પરમાર્થથી નિરામ્યવાદ દાખલ કરી વાસનાના નિરોધને મેક્ષ માને છે. વેદાંતવાદીઓ આત્માને સ્વત : શુદ્ધ સ્વરૂપવાળા માનીને સતી, અસતી કે સદસતી એ ત્રણમાંથી એકે રૂપે ન કહી શકાય એવી માયાને વ્યાવહારિક રીતિએ બંધન કરનાર માની આત્માના સ્વરૂપજ્ઞાનથી તે વ્યવહારી બંધનને નાશ માની મેક્ષ માને છે અને તેથી જ તેઓ બારમાં વા રે લયનું શ્રોતો, મંતવ્ય નિશ્ચિાલિતવ્ય : એમ જણાવી આત્માનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન તાત્વિક મેક્ષનો ઉપાય છે એમ જણાવે છે.
મતલબ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજના જૈનધર્મ સિવાયના આસ્તિક કહેવાતા સર્વ મત મુખ્યતાએ જ્ઞાનથી જ મોક્ષ માનનારા છે, અને તેથી ચોખા શબ્દોમાં એમ કહીએ તે ખોટું નથી કે જિનેશ્વર ભગવાન મહાવીર મહારાજ સિવાયના સર્વ બીજા આસ્તિક મતવાળાએ સંસારના કારણ તરીકે અને મોક્ષને રોકનાર તરીકે કેવળ અજ્ઞાનને જ માને છે, પણ શ્રમણ ભગવાન મહાવીર મહારાજા પિતાના જૈનધર્મના નીરૂપણમાં એકલા અજ્ઞાનને સંસારના કારણ તરીકે કે મોક્ષના પ્રતિબંધક તરીકે ન માનતાં અજ્ઞાનની સાથે અસદ્વર્તનને પણ સંસારના કારણ તરીકે અને મેક્ષના પ્રતિબંધક તરીકે માને છે, અને તેમાં પણ અજ્ઞાનના આવવામાં અસદ્દવર્તનને જ મુખ્ય કારણ તરીકે માને છે. કોઈ પણ સદ્વર્તનવાળો થએલો મનુષ્ય ચિરકાળ અજ્ઞાનીપણુમાં રહેતો જ નથી, પણ બાહ્ય ઇન્દ્રિયગ્રાહ્ય પદાર્થો
For Private And Personal Use Only