________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
૩૦૪
શ્રી જૈન સત્ય પ્રકાશ
કતિક હોય તો તમારે આ જૈનધર્મરૂપી રથના જ્ઞાન અને સર્વતનરૂપી બંને ચકો રાખવા જ જોઈશે અને તે પણ બંને ચમાં એકની પણ મુખ્યતા કે ગૌણતા કરવાÁારાએ મોટા નાનાપણું નહિ કરતાં, એ સમ્યગજ્ઞાન અને સદ્વર્તનના બને ચક્રો સરખાં જ રાખવાં જોઈશે. ભગવાન ઉમાસ્વાતિ વાચકજીના માર્ગની શ્રોતુ અપેક્ષતા :
જે કે ભગવાન્ ઉમાસ્વાતિ વાચકજીના વચન પ્રમાણે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ ત્રણ મોક્ષનો રસ્તો છે એમ જણાવાય છે, પણ તે ભગવાન ઉમાસ્વાતિ વાચકજીનું સૂત્ર અન્ય મતથી જૈનમતની સમાલોચનાને અંગે નથી, પણ જૈન દર્શનમાં પ્રવર્તેલા ભવ્ય જીવોને મેતા માર્ગને જણાવવા પુરતું છે, અને આ જ કારણથી તેમાં સમ્યફશબ્દ જોડવાની જરૂર પડી છે. જ્ઞાન અને ક્રિયામાં “સભ્ય’ શબ્દ કેમ નથી?
અને જ્ઞાનવામgi મોક્ષ : એ સત્ર માત્ર ઈતર દર્શન એકલા જ્ઞાનથી, એકલી ક્રિયાથી, જ્ઞાન અને ક્રિયા બંનેની સ્વતંત્રતાથી, જ્ઞાન મુખ્ય અને ક્રિયાની ગણતાથી, ક્રિયા મુખ્ય અને જ્ઞાનની ગૌણુતાથી મોક્ષ સધાય છે એવું જે મનાવતા હતા, તે સ્થાને માત્ર એટલું જ જણાવવાનું હતું કે જ્ઞાન અને ક્રિયા બંનેની સરખી મુખ્યતા હોય તે જ મેક્ષ થઈ શકે. એવી વિશિષ્ટતા જણવવાની હોવાથી જ જ્ઞાનપિામ્યાં મોક્ષ: . એ સૂત્રમાં સમ્યફશબ્દ જોડવાની જરૂર રહી નહિ, અને જ્યારે ભગવાન મહાવીર મહારાજના વચનને સાચા માને અને તેમના કહેવા પ્રમાણે પદાર્થોની માન્યતા કરે, ત્યારે મહાવીર મહારાજના બંધનું જ્ઞાને લેતાં સમ્યગ્દર્શન આપોઆપ આવી જ જાય, અને જ્યારે સમ્યગ્દર્શન આવી ગયું અને તેને આધારે જ્ઞાન અને ક્રિયામાં પ્રવૃત્તિ થઈ ગઈ તે પછી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રરૂપ ભગવાન ઉમાસ્વાતિ વાચકજીને જણાવેલ મેક્ષમાર્ગ આપોઆપ સિદ્ધ થઈ ગયે. અર્થાત ભગવાન ઉમાસ્વાતિ વાચકજીનું વચન જૈનદર્શનમાં દાખલ થએલા તર્કનુસારીઓને માટે છે અને શ્રમણ ભગવાન મહાવીર મહારાજનું વચન છએ દર્શનમાં રહેલા જીવોના સમુદાયને ઉદ્દેશીને જૈનદર્શનની વિશિષ્ટતા જણાવવા સાથે મોક્ષનાં કારણો જણાવવાળું છે.
આવી રીતે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે તત્ત્વવિજ્ઞાનને વિસ્તાર કરતાં માત્ર મેક્ષના હેતુઓની જ ઈતર દર્શનથી વિશિષ્ટતા જણાવી છે એમ નહિ, પણ ખુદ મેક્ષનું સ્વરૂપ પણ બીજા દર્શનકારોએ જે માન્યું છે, તેના કરતાં ઘણું જ ઉત્તમ અને યુકિતયુક્ત જણાવેલું છે, માટે તે મેક્ષના સ્વરૂપને વિચાર કરવો ઘણો જરુરી છે. તૈયાયિક-વૈશેષિકેના મોક્ષનું સ્વરૂપ: - દરેક આસ્તિકવાદને માનનારા ધર્મો મેક્ષને માનનારા છે એમાં મતભેદ છે જ નહિ, પણ તે મોક્ષનું સ્વરૂપ જુદા જુદા રૂપમાં માને છે, એમાં કેઈથી ને પાડી શકાશે નહિ. નૈયાયિક અને વૈશેષિક દર્શને જે કે કેટલીક બાબતમાં મતભેદવાળાં છે, તે પણ મેક્ષના સ્વરૂપની બાબતમાં તે બંનેને મતભેદ નથી અને તેઓ બંને મેક્ષના સ્વરૂપમાં એવી રીતે એકમત થાય છે કે સુખ, દુઃખ, ઈછા, દ્વેષ, પ્રયત્ન, બુદ્ધિ, સંસ્કાર, ધર્મ
For Private And Personal Use Only