________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગિયાર ગણધરે
२८७
એમને મારી ઉપર રાગ હોય જ શેનો ? ખરેખર, હું જ મેહમાં પડવ્યો છું – મારા આ એકપક્ષી સ્નેહને ધિક્કાર છે. હું એકલું . મારું કોઈ નથી, તેમ હું કાઈનો નથી; એમ વૈરાગ્ય ભાવના ભાવવા પૂર્વક ક્ષાયિકસભ્યદૃષ્ટિવાળા શ્રી ગૌતમસ્વામી આસો વદ અમાસની પાછલી રાતે – ધાનાન્તરીય સમયે લોકાલોકપ્રકાશક કેવલજ્ઞાન પામ્યા. વ્યાજબી છે કે – મોક્ષ માર્ગમાં પ્રવર્તેલા ભવ્ય જીવોને વજની સાંકળ સમાન કાઈ પણ હોય તો તે એક ખેલ છે. સવારે ઇદ્રાદિક દેવોએ કેવલજ્ઞાનને મહિમા કર્યો. અનશન અને નિર્વાણની પ્રાપ્તિ
પછી બાર વર્ષો સુધી જગત-તલની ઉપર વિચરી, શ્રી ગૌતમદેવ, અંતિમ સમયે શ્રી રાજગૃહ નગરની બહારના વૈભારગિરિ પર્વતની ઉપર આવ્યા અને ત્યાં પાદપો પગમન અનશનમાં એક મહિનાના ઉપવાસ કરી, સુધર્મારામીને ગણ સોંપીને, હર વર્ષનું આયુષ્ય અને બાકીનાં ચારે અઘાતી કર્મોનો ક્ષય કરી, અક્ષય-અવ્યાબાધ સુખમય મુક્તિપદને પામ્યા !
વર્તમાન ચોવીશીના ચોવીશ તીર્થકરોના બધા ગણધરોમાં શ્રી ગૌતમ ગણધર મહાપ્રભાવશાલી ગણાય છે. તેમના ક્ષમા, નમ્રતા, સરલતા, લધિસંપન્નતા આદિ અનેક ગુણોથી આકર્ષાઈને શ્રી સંઘ, દિવાળીના દિવસે ચોપડામાં, શારદા પૂજન કરતી વખતે “શ્રી ગૌતમસ્વામીની લબ્ધિ હેજો” એમ લખે છે, અને કાર્તિક સુદ એકમના દિવસે સવારમાં તેમનાં સ્તોત્ર-રાસ વગેરે સાંભળે છે. એવા ગુરુ ગૌતમ સોનું શ્રેય કરે!
૨. અગ્નિભૂતિ ગણુધર. મગધ દેશના ગેબર ગામમાં ગૌતમ ગોત્રના વસુભૂતિ બ્રાહ્મણ અને પૃથ્વી માતાના પુત્ર શ્રી અગ્નિભૂતિનો જન્મ વૃષભરાશિ અને કૃત્તિકા નક્ષત્રમાં થયો હતે. તે મહાબુદ્ધિશાલી હોવાથી મોટી ઉંમરે ચોદ વિદ્યાના પારગામી બન્યો કર્મ છે કે નહિ,' આ સંશય દૂર કરીને પ્રભુ શ્રી મહાવીર દેવે તેમને તેમના પાંચસો શિષ્યો સાથે, ૪૭ માં વર્ષની શરુઆતમાં વૈશાખ સુદ અગિયારસે દીક્ષા આપી અને ગણધર પદે સ્થાપ્યા, ત્રિપદી સાંભળીને અગિયાર અંગેની રચના કરવામાં સમર્થ અને ચતુર્તાની એવા શ્રી અગ્નિભૂતિ મહારાજ છદ્મસ્થપણામાં ૧૨ વર્ષ રહ્યા. એટલે ૧૮ વર્ષ વીત્યા બાદ પ૯ મા વર્ષની શરૂઆતમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા. ૧૬ વર્ષ સુધી કેલિપર્યાય આરાધી, ૭૪ વર્ષનું સંપૂર્ણાયુ પુરું કરી, વૈભારગિરિ ઉપર પાદપપગમન અણુશણ કરવા પૂર્વક માસ પણ કરી, તેઓ નિર્વાણ પામ્યા. તેમના સંઘયણ, દેહ, રૂપ વગેરેની બીના શ્રી ઇંદ્રભૂતિજીના ચરિત્ર પ્રમાણે સમજવી.
૩. શ્રી વાયુભૂતિ ગણધર. ત્રીજા ગણધર મહારાજ પહેલા અને બીન ગણધરના સગા ભાઈ થાય, તેથી માતા-પિતાનાં નામ પૂર્વની માફક જાણવાં. તેમનો જન્મ તુલા રાશિમાં સ્વાતિ નક્ષત્રમાં થયો હતો. તેઓ ચૌદ વિદ્યાના પારગામી બન્યા હતા. તેમને “ આ શરીર છે તે જ આત્મા છે કે શરીરથી અલગ આત્મા છે,” આ સંશય હતું. પ્રભુશ્રી વીરના સમાગમથી તે સંદેહ દૂર થતાં ૫૦૦ શિષ્યો સહિત, પૂર્વ કહેલી તિથિએ, ૪૨ વર્ષને ગૃહસ્થપર્યાય વીત્યા બાદ, તેમણે પ્રભુ પાસે દીક્ષા લીધી, ૧૦ વર્ષ છદ્મસ્થપણામાં રહી, ૫૩ માં વર્ષની
For Private And Personal Use Only