________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૩
અગિયાર ગણુધરે આશ્ચર્ય છે કે-મહાદેદીપ્યમાન, શ્રી તીર્થકરના ધર્મરૂપી દીવો હયાત છતાં મેહરૂપ તિમિરથી ઢંકાયેલા નેત્રવાળા આ બિચારા સંસારિ જી અનેક કષાયાદિ સ્વરૂપ કાંટાઓથી ભરેલા સંસારમાં આથડે છે, એવી ભાવ દયાથી પ્રેરાઈને સર્વ જીવોને ઉદ્ધારવાને પ્રયત્ન કરે છે, તેઓ તીર્થકર નામકર્મ બાંધે છે. અને સ્વજનવગનો ઉદ્ધાર કરવાની ભાવના ભાવનાર છ ગણધર પદને પામે છે. મહાપુણ્યશાલિ જીવો જ આ સ્થિતિને પામી શકે છે, તેથી તેમની રૂપસંપદા પણ ઈતર જીવો કરતાં વિશિષ્ટ હોય છે. યાવત્ આહારક શરીરના રૂપ સૌંદર્યથી પણ ગણધરદેવેનું રૂપ અધિક હોય છે. શક્તિ, ગુણે, તપ અને ગુરુભક્તિઃ
સર્વ ગણધરોમાં શ્રી ગૌતમ ગણધર મહાપ્રભાવશાલિ ગણાય છે, કારણ કે તેઓશ્રી અનેક સ્વાભાવિક લબ્ધિઓના નિધાન હતા. સાથે સાથે તેઓ નિરભિમાન પણ તેટલા જ હતા, તે આનંદ શ્રાવકના અવધિજ્ઞાનની બાબતમાં પોતાની ભૂલ જણાતા તેમણે તેને “મિચ્છામિ દુક્કડ' દીધે તે ઉપરથી જાણી શકાય છે. આવી ઊંચી હદે પહોંચ્યા છતાં તેઓનો ગુરુભક્તિમાં અપૂર્વ પ્રેમ હતો. ગુની આજ્ઞા પ્રમાણે વર્તવામાં તેઓ આનંદ અનુભવતા હતા અને ખરી મેટાઈ પણ તેમાંજ સમજતા હતા. વસ્તુતત્ત્વને નિષ્ટક નિર્ણય મેલવવા સાથે, બીજાઓને બોધ પમાડવા માટે અને શિષ્યને શ્રદ્ધા ગુણ વધારવા માટે પણ શ્રીગૌતમ મહારાજે વારંવાર ભગવાનને અનેક પ્રશ્નો પૂછ્યા છે અને તેથી જ શ્રી ભગવતીસૂત્રમાં ૩૬ હજાર વાર શ્રી ગૌતમ મહારાજનું નામ આવે છે. આવા પ્રકારની પ્રશૈલીને અપૂર્વ બોધદાયક જાણીને શ્રી શ્યામાચાર્ય ભગવંત શ્રી પ્રજ્ઞાપના સત્રમાં પણ તે રેલી કાયમ રાખી છે. અગાહારપદની વાનકી અને નિકાચિત કર્મોને તોડવાનું અપૂર્વ સાધન ક્ષમાપ્રધાન તપશ્ચર્યા છે, એમ સમજીને, શ્રીગૌતમસ્વામી છરૂને પારણે છઠ્ઠ કરતા હતા. છતાં તેઓનું શરીર મહાતેજસ્વિ દેખાતું હતું. કેવળજ્ઞાનની પ્રાપ્તિની શંકા અને તેનું નિવારણઃ
પૃષચંપાનગરીના શાલ અને મહાશાલ નામના રાજપુત્રોએ, પ્રભુની દેશનાથી વૈરાગ્ય પામી પિતાના ભાણેજ ગાંગિલને રાજ્ય સેપી, દીક્ષા ગ્રહણ કરી. તેઓ અગિયાર અંગે ભણ્યા અને ગીતાર્થ બન્યા. પછી ગાંગલકુમારદિને પ્રતિબધ કરવા માટે, પ્રભુની આજ્ઞા લઈ ગૌતમસ્વામીની સાથે તે બંને (શાલ-મહાશાલ) પૃષચંપાનગરીમાં પધાર્યા. ત્યાં ગાંગિલરાજાએ ગણધર શ્રી ગૌતમ મહારાજની દેશના સાંભળી, વૈરાગ્ય પામી, સ્વપુત્રને રાજ્ય સોંપી, માતા-પિતા સહિત, ગૌતમસ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી સપરિવાર ગૌતમસ્વામી–પ્રભુવીરની પાસે આવવા રવાના થયા. ત્યાં રસ્તામાં સાલ અને મહાસાલને પોતાના બેન, બનેવી આદિના ગુણોની અનુમોદના કરતા પકઐણિમાં કેવળજ્ઞાન થયું. આ બીને, પ્રભુ શ્રી વીરની પાસે આવ્યા બાદ પ્રભુશ્રીના કહેવાથી જ્યારે શ્રી ગૌતમ મહારાજે જાણું ત્યારે તેઓ વિચાર કરવા લાગ્યા કે શું મને કેવળજ્ઞાન નહિ થાય ? આ વાતનો ખુલાસો દેવોએ કર્યો કે આજે જ પ્રભુએ ફરમાવ્યું છે કે “ જે ભવ્ય જીવ સ્વલંબ્ધિ વડે અષ્ટાપદ પર્વત ઉપર જઈ જિનેશ્વરોને વંદન કરે તે આત્મા તે જ ભવે સિદ્ધિ પદ પામે.” એ સાંભળીને તેઓ પ્રભુની આજ્ઞા લઈ ચારણલબ્ધિથી
For Private And Personal Use Only