________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“શ્રી મહાવીર નિર્વાણ
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી જિનશાસનની ભવિષ્યમાં થનારી સ્થિતિનું વર્ણન
અનુવાદક સારાભાઈ મણિલાલ નવાબ આર્કિયોલોજીકલ ડીપાર્ટમેન્ટ, વડોદરા,
ભારતીય મુસલમાન બાદશાહના દરબારમાં સૌથી પ્રથમ જૈનધર્મનું મહત્વ સમજાવનાર, ઐતિહાસિક તેમ જ ભૌગોલિક બંને દૃષ્ટિથી મહત્ત્વપૂર્ણ “વિવિધ તીર્થકલ્પ' નામના ગ્રંથની રચના કરનાર, ચૌદમી શતાબ્દીમાં થયેલા સુલતાન મહમદ તુઘલખના દરબારમાં જૈનધર્મનું ગૌરવ વધારનાર, અનેક સ્તોત્ર મૌક્તિકની રચના કરનાર, ખરતરગચ્છાચાર્ય શ્રી જિનપ્રભસૂરિજીએ આજથી છ વર્ષ પહેલાં, જૈનધર્મની ભવિષ્યમાં થનાર પરિસ્થિતિનું વર્ણન પિતે રચેલા વિવિધ તીર્થકલ્પ' અંતર્ગત ૨૧ મા અપાપાબૃહકલ્પમાં આપેલું છે. તે વર્ણનની સાથે સાથે મહાવીર નિર્વાણ તથા દીપાલીકાપર્વની ઉત્પત્તિનું વર્ણન આપેલું હોવાથી તેનું ભાષાંતર અન્ને આપવામાં આવ્યું છે.
શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર કરીને તેઓશ્રીના નિર્વાણ દિવસથી પ્રવૃત્ત થયેલા દિવાળી પર્વના વર્ણન પૂર્વક હું પાવાપુરીને ક૫ કહીશ
ગૌડદેશમાં આવેલા પાટલીપુત્ર નગરમાં ત્રણ ખંડ ભારતને સ્વામી મહારાજા સંપ્રતિ કે જે પરમ જૈન હતું તે એક સમયે શ્રી આર્યસુહસ્તી સ્વામીને પૂછવા લાગે કે – “હે ભગવન્! લૌકિક અને લકત્તર માર્ગમાં ગૌરવ પામેલા આ દિવાલીપર્વની ઉત્પત્તિ શી રીતે થઈ ?”
ગુરુ મહારાજે કહ્યું કે સાંભળ :–
તે કાળ, તે સમયમાં ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ પ્રાણુત નામક દેવલોકમાં આવેલા પુત્તર વિમાનમાંથી વીસ સાગરોપમનું (દેવ સંબંધી ) આયુષ્ય પૂર્ણ કરી, ત્યાંથી એવી આ જ અવસર્પિણીના ત્રણ આરા સમાપ્ત થયા બાદ, ચોથા આરાના ૭૫ વર્ષ અને સાડાઆઠ માસ બાકી હતા તે સમયે અષાઢ સુદ ૬ને દિવસે
* * વિવિધતીર્થકલ્પ' સિધી જૈન પ્રમાલા, કન્યાંક ૧૦. સં. જિનવિજયજી, પણ ૩૪ થી ૪૪,
For Private And Personal Use Only