________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અત્યંત રાગી ઉપર પણ નીરાગી ( સાચું વીતરાગ પણું )
લેખક–શ્રીમાન શેઠ કુંવરજી આણંદજી. ચામહાવીર પરમાત્માના ચરિત્રમાં અનેક પ્રસંગે ભવ્ય લકવોના હદયનું આકર્ષણ કરે તેવા છે. તેમાં એક પ્રસંગ દેવશર્મા વિષને પ્રતિબોધ કરવા માટે પોતાના અંત સમયે ગૌતમસ્વામીને મોકલવાનો છે. ગૌતમસ્વામી ચારિત્ર લીધા પછી પ્રાયઃ શ્રી વીર પરમાત્માની સાથે જ વિચર્યા છે. તેમને પ્રભુ ઉપરનો પ્રેમ અપ્રતિમ હતું. તે પ્રેમનાં બીજ, મરીચિના ભવમાં, તેમના શિષ્ય થયેલા કપિલના ભાવથી રોપાયેલાં હતાં. ભગવંતને તેઓ તરણતારણ માનતા હતા એટલું જ નહીં પણ તેમના ઉપર તેમને અવિહડ પ્રેમ હતા, પ્રભુ વિના એક ક્ષણ પણ રહી ન શકે એવો તેમનો પ્રેમ હતો. ક્ષણે ક્ષણે પ્રભુ પાસે આવીને અનેક ભવ્ય જીવોના ઉદ્ધાર માટે તેમજ તેમને બોધ થવા માટે પ્રશ્નો પૂછતા હતા અને તેના ઉત્તરો મેળવીને અત્યંત પ્રસન્ન થતા હતા. તેમજ ભગવંતના સર્વપણાની વારંવાર પ્રશંસા કરતા હતા. એમણે કરેલા પ્રશ્નોની અનુપમ હારમાળા શ્રીવિવાહપન્નત્તિ (ભગવતી) વગેરે સમાં ગૂંથાયેલી અત્યારે પણ લભ્ય થઈ શકે છે.
' આવા અપ્રતિમ ધર્મરાગીને પિતાના અંત સમયે પિતાથી દૂર કરવા – અન્યત્ર એક જીવને પ્રતિબંધ કરવા મોકલવા તે કેવી નીરાગતા સૂચવે છે? ગૌતમસ્વામીને ભગવંત ઉપર અપ્રતિમ વિશ્વાસ હોવાથી ઘણા પ્રશ્નો કે જેના ઉત્તરો પોતે પણ આપી શકે તેવા હોય છતાં પિતે ઉત્તર ન આપતાં, તેમજ કોઈ પણ બાબતમાં જ્ઞાનને ઉપયોગ ન દેતાં ભગવંતને પૂછીને જ ઉત્તર મેળવી રાજી થતા હતા.
ઉપર જણાવેલા પ્રસંગમાં પણ એમણે ઉપયોગ દઈને પ્રભુની આયુસ્થિતિ વિચારી ન હતી. વિચારી હેત તે તેઓ ચારજ્ઞાની અને શ્રુતકેવળી હોવાથી અવશ્ય ભગવંતતી ભવાંત-સ્થિતિ જાણી શકત. પરંતુ જે રાગ પિતાને ભગવંત ઉપર હતો તેવો જ રાગ ભગવંતને પણ પોતાની ઉપર હશે એમ ધારી એ વખતે ભગવંત તેમને પિતાથી છુટા પાડે એવી કલ્પના પણ તેમને આવી નહોતી. એવી કલ્પના તેમને ન થાય તે સંભવિત જ હતું.
- ગૌતમસ્વામી જે દિવસે અપાપા નગરીની નજીકના એક ગામમાં પ્રભુની આજ્ઞાથી દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધવા ગયા, તે જ રાત્રિએ પ્રભુ નિર્વાણ પામ્યા. નિર્વાણ સમયે પ્રભુને નિર્વાણ મહોત્સવ કરવા ઈંદ્રાદિ દેવે ત્યાં આવવા લાગ્યા, એટલે અમાવાસ્યાની રાત્રિ છતાં સર્વત્ર ઉદ્યોત થઈ રહ્યો.
- અહીં ગૌતમસ્વામી દેવશર્માને પ્રતિબોધી, કાર્તિક શુદિ એકમની પ્રભાતે વીર પરમાત્મા પાસે આવવા નીકળ્યા. તે વખતે આકાશમાં દેવોના ગમનાગમનથી કોળાહળ
For Private And Personal Use Only