________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૭
અત્યંત રાગ ઉપર પણ નીરાગી થઈ રહેલો જાણી તેનું કારણ પૂછતાં મહાવીર પરમાત્મા નિર્વાણ પામ્યાને ખબર સાંભળી તેમના હૃદયમાં અસહ્ય આઘાત થયો. તેઓ વિચારવા લાગ્યા કે –“શું આ હકીકત સાચી હશે ? શું આ વખતે પ્રભુ મને પિતાથી દુર કરે ? મારા જેવા રાગીને માટે પ્રભુ આવી પ્રવૃત્તિ કરે? શું પ્રભુ વ્યવહારથી પણ અજાણ છે? આવે વખતે અંગત સંબંધીને તે સૌ દુરથી પણ પિતાની પાસે બોલાવે છે તે પ્રભુ આમ કેમ કરે ? મારું મન એ વાત કબુલ કરતું નથી. શું વીર પ્રભુએ મને દુર મોકલતાં એમ ધાર્યું હશે કે– હું પાસે હેત તે સાથે લઈ જવા હઠ કરત અથવા જવા ન દેત, કે કેવળજ્ઞાન આપીને જવું હોય તે જાઓ, એમ કહેત! ગમે તે ધાયું હોય પણ મારા જેવા રોગીને દુર રાખવામાં પ્રભુએ ઠીક તે કર્યું નથી એમ મને લાગે છે. પણ રખે હું ભૂલતો તો નથી ? પ્રભુ ભૂલ ન જ કરે એ વાતની તો મને ખાત્રી છે. અરે ! હા ! હું જ ભૂલ્યો છું, મેં તે વખતે ઉપયોગ કેમ ન દીધે કે પ્રભુનું આયુષ્ય કેટલું છે ? પરંતુ હવે શું થાય ! પણ મારી બીજી પણ ભૂલ જણાય છે ! મેં એમ ધાર્યું કે જે મારો પ્રભુ ઉપર રાગ છે તે જ રાગ તેમને મારા પર હશે, પણ અહો ! આ તે સમજ્યા છતાં ભૂલ્યો ! પ્રભુ તો વીતરાગ હતા, તેમનો રાગ મારા પર હતું જ નહી, મેં પણ એકપક્ષી જ રાગ કર્યો! એ વીતરાગ પ્રભુએ મારા પરની હિતબુદ્ધિથી જ મને દર મેકલ્યો જણાય છે. કારણ કે હું પ્રભુ પર અત્યંત રાગી હોવાથી એ સ્થિતિ જોઈ ન શકત. પણ હવે શું કરવું ? જે પ્રભુએ કર્યું તે જ મારે કરવું. મારે પણ રાગીપણું તજી દેવું ને વીતરાગ થવું. કારણ કે આ સંસારમાં કોઈ કોઈનું નથી. જેઓ પોતાના આત્માનું કાર્ય સાધે તે જ જીતી જાય છે અને બીજા ભવ હારીને ચાલ્યા જાય છે.”
આ પ્રમાણે વિચાર કરતાં કરતાં અને વીર વીર એમ ઉચ્ચાર કરતાં ગૌતમસ્વામીને મેહ નાશ પામ્યો, શુદ્ધ દશા પ્રગટ થઈ અને ઘાનિકર્મનો ક્ષય કરી માર્ગમાં જ તેઓ કેવળજ્ઞાન પામ્યા. દેવે ત્યાં કેવળજ્ઞાનને મહત્સવ કરવા આવ્યા સુવર્ણ કમળની રચના કરી. ગણધર મહારાજાએ તે પર બેસી અપૂર્વ દેશને આપી. ત્યાર પછી બાર વર્ષ વિચરી મુનિ સમુદાયને સૌધર્મ ગણધરને સોંપી તેઓ નિર્વાણપદ મામ્યા.
આ હકીકત ઉપરથી વીર પરમાત્માની વીતરાગ દશાને ચિતાર હૃદયમાં વિચારવાને છે. ગૌતમસ્વામી જેવા મહાગુણી અને સતત સેવા કરનારા મહાતપસ્વી એવા મુખ્ય ગણધર પર અંત સમયે તેને પાસે રાખવા જેટલો સ્નેહ પણ જેમણે ન બતાવે એમની વીતરાગ દશા કેવી ઉચ્ચ કોટિની હશે ?
રાગી ઉપર પણ વીર પ્રભુએ જે વીતરાગભાવ બતાવ્યા છે તે જ પ્રાણાંત ઉપસર્ગ કરનાર ચંડકૌશિક, સંગમ, ગેવાળ અને ગેસનાળા જેવા મહાપાપી ઉપર અંશ માત્ર પણ દ્વેષ નહીં ધરાવીને વીતષપણું બતાવી આપ્યું છે. એવી શાંતવૃત્તિ આ મહાપુરુષ સિવાય બીજો કોણ રાખી શકે? ધન્ય છે એ વીતરાગ-વીતદ્રુપ પરમાત્માને અને ધન્ય છે એમના અપ્રતિહત શાસનને, કે જેના પ્રતાપે અનેક છે આ સંસાર સમુદ્રને પાર પામી ગયા છે અને અનેક જીવો પાર પામશે. ! આપણે પણ જો તે શાસનને આશ્રય લઈશું અને પરમાત્માની આજ્ઞાને અનુસરીશું તે આપણું પણ અવશ્ય કલ્યાણ થશે ! તથાસ્તુ!
For Private And Personal Use Only