________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૦
ભગવાન મહાવીર : યુગપ્રવર્તક તરીકે
૨૫
પ્રભાવથી, જૈનશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે તેમ જ વક અને જડ બન્યા હતા. એ જેને માટે, ભગવાન પાર્શ્વનાથના સમયથી ચાલી આવતી શ્રમણ સંસ્કૃતિ અને કેટલાક બીજા રીતરિવાજોમાં ફેરફાર કરવાની આવશ્યકતા જણાતી હતી.
આમ એક તરફ જેમ ખાસ વીતરાગમાર્ગ-શ્રમણસંસ્કૃતિ વગેરેમાં કેટલાક ફેરફારો કરવાની જરૂર હતી, તેવી જ રીતે, આખો ભારતવર્ષ જુદા જુદા ધર્મો-ધર્મોપદેશકોના વાતાવરણથી ઘણો જ સંક્ષુબ્ધ થયો હતો. આત્મકલ્યાણના અસાધારણ સાધનભૂત એવા ધર્મની પણ ખબર નહિ પડતી હતી કે વસ્તુતઃ કયો ધર્મ સાચે છે ? પુરણકાશ્યપ, મંખલીગોસાલ, અજિત કેશકુંબલ, કકુદકાત્યાયન, સંજય વેલાષ્ટપુત્ર; આ અને એવા બીજા અનેક ધર્મોપદેશક પિતાપિતાના એકાત્મતને સ્થાપન કરી, લેકેને તિપિતાના વાડા તરફ વાળતા હતા.
ત્રીજી તરફથી ધર્મને નામે યજ્ઞ-યાગાદિમાં ઘોર હિંસાનું પ્રવર્તન થઈ રહ્યું હતું. ચેથી બાબત “ યતિ બ્રાહ્મણમ ' તરીકે જાતિવૈરનું મત્તિમંત દશ્ય ત્યારે મૌજૂદ હતું.
આમ ચારે તરફથી અશાનિત-અશાન્તિનું જ વાતાવરણ ફેલાઇ રહ્યું હતું. આવા સમયમાં જરૂરત હતી ભારતવર્ષમાં એક મહાપુરુષની કે જે જગતને સાચો માર્ગ બતાવે અને અજ્ઞાનતાને દૂર કરી લોકોને સાચા ધર્મના રાહ ઉપર લાવે!
આ વખતે ઉપરની બધી બાબતમાં આવશ્યક પરિવર્તન કરવા તરફ, કોઈ પણ જાતના સ્વાર્થ વિના લોકોને કલ્યાણને માર્ગ બતાવવી તરફ ભગવાન મહાવીરસ્વામીએ જેહાદ જગાવી હતી.
આખા જગતના અંધકારની સહામે, આખા જગતની સ્થિતિચુસ્તતાની હામે જેહાદ ઉઠાવનારમાં કેટલું આત્મબળ હોવું જોઈએ, એ કહેવાની ભાગ્યે જ જરુર છે. ભગવાન મહાવીરસ્વામીએ બાર બાર વર્ષ પર્યત ઘેર તપસ્યા કરીને – અનેક ઉપસર્ગ-પરીષહે સહન કરીને, અપૂર્વ સાધકતાને પ્રાપ્ત કરી, ઉચ્ચ કોટિની આત્મશક્તિ પ્રાપ્ત કરી હતી-એમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. અને સંપૂર્ણતા પ્રાપ્ત કર્યા પછી જ તેમણે જગતને શાન્તિનો માર્ગ બતાવ્યો હતો. તત્કાલીન અને ભવિષ્યના જીવોની પરિસ્થિતિનો વિચાર કરી ભગવાને પ્રભુ પાર્શ્વનાથના સમયથી ચાલી હતી શ્રમણસંસ્કૃતિમાં પરિવર્તન કર્યું હતું. એમણે ચાર મહાવ્રત ના બદલે પાંચ મહત્રોની પ્રરૂપણ કરી, પાંચ મહાવ્રતની વ્યાખ્યા સ્પષ્ટ કરી હતી. ભગવાન પાર્શ્વનાથની શિષ્યપરંપરા ગમે તેવા રંગનાં કે ગમે તેવી કિંમતનાં જે વસ્ત્ર ધારણ કરતી હતી, એ મર્યાદાને બંધ કરી વસ્ત્રમર્યાદા મુકરર કરી હતી. આવી જ રીતે પાર્શ્વનાથ ભગવાનની શિષ્ય-પરંપરામાં ચાલી આવતી દેવસી અને રાત્રિ અને તે પણ કારણિક પ્રતિક્રમણની મર્યાદાને બંધ કરી પાંચે પ્રતિક્રમણ નિયમિત રીતે સાધુઓએ કરવી જ જોઈએ, એવી મર્યાદા દાખલ કરી હતી. પાર્શ્વનાથ ભગવાનની શિષ્ય પરંપરામાં ચાલી આવતી વિહારની મર્યાદાના સ્થાને નવકલ્પી વિહારની મર્યાદા દાખલ કરી હતી.
અઢીસો વર્ષથી, બધે એમ કહેવું જોઈએ કે શ્રી અજિતનાથ ભગવાનના સમયથી જે કેટલીક મર્યાદાઓ ચાલી આવતી હતી, એ મર્યાદાઓમાં એકદમ પરિવર્તન કરવાનું એક જબરદસ્ત કાર્ય ભગવાન મહાવીર સ્વામીએ કર્યું હતું.
For Private And Personal Use Only