________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
શ્રી જૈન સત્ય પ્રકાશ
રોગયુક્ત મધુરી હોય છે, જેને સ્વસ્થ ભાષામાં સર્વ પશુ, પંખી, દેવ, મનુષ્યાદિ સમજી શકે છે. અનેક જેને ધર્મબોધ આપી સંસારસાગરથી તારવામાં પરમ આધારરૂપ એવા મારા અહંત ગુરુ છે. તેઓનાં દર્શન માત્રથી તારું જીવન પાવન બનશે” ધિની પ્રાપ્તિ : - પ્રભુગુણના શ્રવણથી હાલિકને એ અસંસ્કારિત હૃદયમાં પણ એ પરમ કૃપાલુ મહાવીરદેવ પ્રતિ વચનાતીત ધર્મ–પ્રેમ જાગૃત થયે. તે માર્ગમાં વિચારવા લાગ્યું કે, “અહે, મારા ગુરુ આવા ગુણનિધાન, તેજનિધાન, અને જ્ઞાનનિધાન છે, તે તેઓના ગુરુ તે જરુર અનન્ય જ હશે? હું તેઓનાં દર્શન કરીને અને તેમને ઉપદેશ શ્રવણ કરીને મારા: આત્માને પાવન કરીશ.” એવા ઉત્તમ ભાવનામૃતથી સિંચાલે તે હાલિક અને ગૌતમગુરુ પિતાને માર્ગ કાપી રહ્યા છે. હાલિકની અહંત-દર્શનની આતુરતા વધતી જતી હતી. હાલિકના શુષ્ક હદયમાં આથી કઈ અજબ પ્રભા ફેલાઈ અને તેના હૃદયને નવપલ્લવિત બનાવ્યું, અને છેક બેધિ સુધીની પ્રાપ્તિ પણ, તે જ ભાવનાઓ, માર્ગમાં કરાવી દીધી 1. પ્રભુનાં દર્શનથી ઠેષ અને વેષત્યાગ:
ત્રિલોકચૂડામણિ વર્ધમાન પ્રભુ સમવસરણમાં બિરાજમાન હતા. બાર પરિષદ પિતાપિતાને ઉચિત સ્થાને અવસ્થિત હતી. સર્વ સમૃદ્ધિ, પરિષદ વગેરે જોતાં હાલિક બહુ જ આનંદ પામે. પણ મહાવીરને જોતાં જ તે ચમક્યો; તેના હૃદયમાં ઉત્કટ ઠેષ પ્રગટ થયે, અને તેણે ગૌતમ ગુરુને પૂછ્યું: “હે કૃપાલે, આ બિરાજમાન છે એ જ આપના ગુરુ છે ?”
ગુરુ ગૌતમે કહ્યું “ હા, તું તેમને ભાવથી વંદન કર, તારાં નિકાચિત કર્મ પ્રયતાને પામશે ”
તેણે જવાબ આપે, “જે આ જ આપશ્રીના ગુરુ હોય તે મારે એમનું પ્રજને નથી. આ આપનો સાધુવેષ પાછો ! હું તમારો પણ શિષ્ય નથી,” એમ બેલી વેષ ફગાવી દઈને તે હાલિક “મુ૪િ વડ્યા પ્રાધ્યાન” મુઠીઓ બંધ કરીને ત્યાંથી ભાગ્યો, અને પિતાના ખેતરમાં જઈ તે જ બલદેથી તે જ ગામ અને તે જ છણે ઘરમાં સ્વજીવન નિર્વાહ કરવામાં આસક્ત બન્યો.
હાલિક વેષ ત્યાગીને ચાલી ગમે તે સમયે સભામાં બેઠેલા ઈન્દ્રાદિકને હસવું આવ્યું અને પરસ્પર વિચારને જણાવવા પ્રવૃત્ત થયા; “અહે, ગણધર ઇન્દ્રભૂતિ બહુ જ ઉત્તમ શિષ્ય બનાવી લાવ્યા?–જે ત્રિલોકસ્વામીનાં દર્શન માત્રથી જ ચમકી વેષ મૂકી પલાયન થઈ ગયો! ગૌતમને પ્રશ્ન અને તેનું સમાધાનઃ
જે પ્રભુનાં દર્શનથી અને વાણીથી અનેક પાખંડીઓ અને મિથ્યાવીઓ પણ બેલિબીજને પ્રાપ્ત કરે છે, તે પ્રભુને જોતાંની સાથે જ આ હાલિક કેમ ચાલ્યા ગયે હશે ?” ગુરુ ગૌતમના મનમાં મંથન શરુ થયું અને તેમણે નમ્રભાવે પ્રભુને પૂછ્યું: “હે. પ્રજો ! આ હાલિકને આપશ્રીનાં દર્શન માત્રથી ચાલ્યા જવાની ઈચ્છા કેમ થઈ?— તે કૃપા કરીને જણાવો.”
પ્રભુશ્રી બેલ્યા, “હે ગૌતમ, તે માર્ગમાં અહંતના ગુણ વર્ણવ્યા તે સમયે હાલિક અરિહંતનાં દર્શનની શુભ ભાવના ભાવતાં ગ્રંથિ-ભેદ કર્યો, અને બેધિબીજને પ્રાપ્ત
For Private And Personal Use Only