________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરદેવ અને મંખલીપુત્ર
૨૪૫ જ્ઞાન એ આત્માને મૂળ ગુણ છે. એ ગુણને વિસ્વર કરનારા કિંવા એ પર બાઝેલાં આવરણ ખંખેરી નાખનાર આત્માની ફરજ છે કે, પિતાની એ શક્તિ અન્ય જિજ્ઞાસુના આવરણ ઉકલવામાં ખર્ચે, અને સામી વ્યક્તિએ શક્તિ પ્રાપ્ત કરી એને એ દુરૂપયોગ કરશે કે સદુપયોગ તે જોવા ન થોભે. હોનહાર સામે હાથ ન ધરી શકાય! આ દૃષ્ટિબિન્દુથી જોતાં પ્રભુ શ્રી મહાવીરે ગોશાલાને તેજલેશ્યા શિખવાડવામાં એક - ઉમદા સિંદ્ધાંતનું પાલન કરેલું જ જણાશે. વળી, “એ આત્મા જીવત રહી પાપ કરશે તો અથવા મારી સામે થશે તે” એમ વિચારવામાં કણાદષ્ટ નથી, પણ કોઈ પણ જાતના ભેદભાવ વગર કષ્ટ માં પડેલ ના રક્ષણમાં જ સમાયેલા છે. આટલા ઉપરથી સહેજ અનુમાની શકાય કે દયાળદેવ ગોશાલાની તેજેશ્યામાં મુનિ યુમને મરવાન જ દઈ શકે. શીતલેશ્યા દ્વારા બચાવી લેવામાં મુશ્કેલી પણ નહોતી ! પણ જ્યાં એ ઉભયના આયુષ્યને છેડે આવી રહ્યો હોય ત્યાં ઉપાય શું? કેવળજ્ઞાની પ્રભુ જ્ઞાનબળથી એ જોઈ ચૂક્યા હતા જ. “આયુષ્યમાં પળમાત્રની વૃદ્ધિ ન જ થઈ શકે,” એ અટલ નિયમની અવગણના અનંત શક્તિધારી પરમાત્મા પણ નથી કરી શકતા. આ વાત કલ્પનાથી નથી ઉપજાવી. વિચારક સહજ સમજી શકે તેમ છે કે શ્રી ગૌતમ જેવા જ્યાં પ્રભુની આજ્ઞાનું પાલન કરી બાજુ પર ખસી જઈ મૌન રહ્યા ત્યાં આ ઉભય શિષ્યો એ મહામૂલી આજ્ઞાને ભંગ કરી ગોશાલા સાથે આલાપ કરે એવા તેઓ અવિનીત નહોતા. પણ જ્યાં ભાવિ ભૂલાવે ત્યાં માનવીનું ડહાપણ કામ નથી આવતું, એ ઉક્ત અનુસાર ભવિતવ્યતાએ બળજબરીથી ભૂલ કરાવી! જે પંચ સમવાયના કારણ પર જગતને ક્રમ સરજાયેલે છે તે સનાતન રાહને સર્વ પણ માન આપે છે. તો પછી છવાસ્થ દશાવતી માનવ સમાજને એ સ્વીકૃત હોય એમાં શી નવાઈ !
તીર્થકરો–મહાન પુરુષો દેહાદિના મમત્વને તિલાંજલી દઈ, કેવળ આત્મબળ પર મુસ્તાક રહી, પરીષહોની હારમાળ વહોરી લઈ સમભાવે સહવા માટે તે મેદાને પડે છે, ત્યાં પછી તેજલેશ્યા સામે માત્ર દેહ ક્ષાના શુદ્ર કારણ અર્થે શીતલેસ્યા ફેરવે એ “ન ભૂતો ન ભવિષ્યતિ” જેવું જ છે. સનત કુમાર ચકી જેવાએ પણ ઘૂંકમાત્રથી રોગ મટી શકે એમ છતાં તેમ ન કરી એ રોગને સમ્યગભાવે સહી જડ મૂળથી ઉખડી જવા દીધો, ત્યાં આ તો મહાવીર દેવ ! અમાપ આત્મતેજના નિધાન! તે તેજલેશ્યા તે એમના પગ ચૂમે! અને સાચે જ એ બિચારી પ્રદક્ષિણા દઈ વિદાય જ થાય છે ને!
આ મહાપ્રભુના જીવનમાં આવા તે કેટલાય ધડ લેવા લાયક પ્રસંગે વીખરાયેલા પડયા છે. જરુર માત્ર આત્મકલ્યાણના ઇછુકોએ તેને શોધી આચરણમાં ઉતારવાની છે !
અમરતાને પંથ सच्चस्स आणाए उवहिए मेहावी मारं तरइ
સત્યની આજ્ઞાથી ઉભો (પ્રવૃત્ત) થયેલો એવો બુદ્ધિશાળી પુરુષ મૃત્યુને-સંસારને તરી જાય છે.
– શ્રીઆચારાંગસૂત્ર
For Private And Personal Use Only