________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરદેવ અને મંખલીપુત્ર
લેખક–શ્રીયુત મેહનલાલ દીપચંદ ચોકસી
એક પ્રસંગ
ગાષ્મઋતુનું આગમન થયાને કેટલાય દિવસ વીતી ગયા હતા. સહસ્ત્રરસ્મિનાં કિરણો દેઢ પ્રહર દિન ચઢતાં કર્કશ ઉષ્ણતાને ધારણ કરતાં અને મધ્યાન્ડ થતાં તે માનવીઓનાં ગાત્ર પરસેવાથી રેબઝેબ થઈ જતાં. આવા કાળમાં એક મધ્યાન્હ, ધીખતી ધરતી પર ઉઘાડા પગે અને ઉઘાડા શિરે, જેમણે આગાર સાથે સબંધ ત્યજી દઈને અનગારત્વ સ્વીકાર્યું છે એવી બે વ્યક્તિ માર્ગ કાપતી દષ્ટિગોચર થાય છે ! એકને મુખાવિંદ જોતાં જ,-એ પર રમી રહેલ સૌપતા નીહાળતાં જ,–ગમે તેવા તપ્ત હૃદયમાં પણ શીતળતા પ્રસરી રહે છે. એ વ્યક્તિને દેહ કંઈક શુષ્કતા અને કર્કશતાથી ઝાંખો બન્યા છતાં, એમાં વાસ કરી રહેલ પ્રબળ અને અમાપ શક્તિશાળી આત્મા છું નથી રહે. એ દેહ, કેઈ અગમ્ય લક્ષ્યની સિદ્ધિ અર્થે આદરેલી તપ-પરંપરા તેમજ ઈરાદા પૂર્વક સહન કરેલ પરીષહની શ્રેણિને સહજ ખ્યાલ આપે છે. એ મહાન વિભૂતિની મૌનવૃત્તિ તે ઉડીને આંખે વળગે તેવી છે!
પણ તેમની સાથેની અન્ય વ્યક્તિ પરત્વે આમ નથી. તેનાં ગોત્રજોતાં જ એની આહાર-લેલુપતા જણાઈ આવે છે ! શરીર-સ્થૂલતા જ કહી દે છે કે એ તપસ્વી નથી. એની આંખના વિલક્ષણ ભાવ અને ચોતરફ વારંવાર ફરતી દૃષ્ટિ પરથી સહજ અનુમાની શકાય છે કે એની વૃત્તિ કુતુહલભરી છે. ઉંચાઈમાં પ્રથમ વ્યક્તિથી વધી જાય છે છતાં સૂક્ષ્મ નજરથી જોનારને પરખતાં જણાઈ આવે છે કે એનો સ્વાંગ અંતરના ઉંડાણને નથી – ઉપર છલ્લો છે. એ સાધુવેષની પાછળ અગમ્ય હેતુને બદલે ક્ષણિક લાલસાતૃપ્તિના ઓળા દષ્ટિગોચર થાય છે.
પ્રથમ વિભુતિ તે એક સમયના રાજપુત્ર શ્રી વર્ધમાન કુમાર, જે કેટલાય સમયથી આત્માનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરવા સારુ એકાકી નીકળી પડેલ છે અને કર્મસમૂહ સામે ઉઘાડી છાતીએ, કઈ પણ જાતના બાહ્ય શ વિના, મહાન સંગ્રામ ખેડી રહેલ છે. એમનું નામ મહાવીર !
બીજી વ્યક્તિ તે તેઓશ્રીના તપને અંતે ક્ષીર આદિના પારણાથી મોહિત બની, તેમની પાછળ જાતે જ તેમના સરખો બની જઈ, સ્વજાતને તેમના શિષ્ય તરિકે એાળખાવનાર મંખલીપુત્ર ગેસાલ !
છસ્થ અવસ્થામાં વિચરનાર શ્રી મહાવીરે તેને શિષ્ય તરીકે સ્વીકારેલ નહિ અને ખરી રીતે શિષ્ય તરીકેનું તેનું જીવન પણ નહતું, છતાં મૌનપણે ઇષ્ટ સિદ્ધિના લક્ષ્યમાં
For Private And Personal Use Only