________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
અભ્યાસક વર્ગ : ભણનારાઓનો સમૂહ, વિદ્યાર્થીઓનો સમૂહ. અભ્યુપગમ
વસ્તુનો સ્વીકાર,
આદર.
અભ્યર્પત : યુક્ત, સહિત. અભ્ર : વાદળ, મેઘઘટા.
અભ્રપડલ : વાદળાંઓનો સમૂહ, મેઘઘટા.
અમર : દેવ, જો કે દેવોને પણ મરણ આવે જ છે પરંતુ લાંબાં આયુષ્ય હોવાથી અને આયુષ્ય ઓછું નહીં થવાથી જાણે નહીં
મરનારા.
:
અમરણધર્મા જેને મરવાનું આવવાનું નથી તે, સિદ્ધભગવંતો.
અમરેન્દ્રઃ દેવેન્દ્ર, દેવોના મહારાજા, દેવોના સ્વામી.
અમર્ત્યપૂજ્ય : દેવો વડે પૂજનીય, દેવો વડે પૂજવા યોગ્ય.
અમર્યાદિત ઃ મર્યાદા વિનાનું, જેની કોઈ સીમા નથી તેવું.
અમાનનીય : માનવાને માટે અયોગ્ય, ન માનવા યોગ્ય. અમાપકાળ : જેના કાળનો કોઈ પાર નથી તે, અપરિમિત કાળવાળું.
અમીદૃષ્ટિ : અમૃતભરેલી નજર,
Jain Education International
૧૩
અભ્યાસક વર્ગ/અર્થયોગ
અમૃત જેવી મીઠી દૃષ્ટિ. અમોઘ દેશના ઃ જે દેશના અવશ્ય
:
ફળ આપે જ, તેવી દેશના. અયુક્ત ઃ અયોગ્ય, ખોટું, અન્યાય ભરેલું, ગેરવાજબી. અયોગીકેવલીગુણ સ્થાનક ઃ મનવચન-કાયાના યોગ વિનાનું ૧૪મું ગુણસ્થાનક.
અરનાથભગવાન ઃ ભરતક્ષેત્રમાં થયેલા ૧૮મા ભગવાન.
અરાજકતા : રાજા વિનાનો દેશ, નિર્માયક સ્થિતિ.
અરિહંતપ્રભુ : જેણે આત્મશત્રુઓને હણ્યા છે તથા તીર્થંકરપણાના ચોત્રીસ અતિશયોને જે યોગ્ય છે તે.
અરૂપી દ્રવ્ય : વર્ણ-ગંધ-રસ-સ્પર્શ વિનાનું દ્રવ્ય (નિશ્ચયનયથી); ચક્ષુથી ન દેખી શકાય તેવું દ્રવ્ય (વ્યવહારનયથી). અર્થ : શબ્દથી થતો અર્થ, માટે,
ધન.
અર્થપર્યાય : દ્રવ્યોનો સમયવર્તી પર્યાય અથવા દ્રવ્યનો વર્તમાનકાળવર્તી પર્યાય.
અર્થભેદ : જ્યાં કહેવાનું તાત્પર્ય જુદું હોય તે.
અર્થયોગ : સૂત્રો બોલતી વખતે તેના અર્થો બરાબર વિચારવા.
For Private & Personal Use Only
www.jainelibrary.org