SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ અભ્યાસક વર્ગ : ભણનારાઓનો સમૂહ, વિદ્યાર્થીઓનો સમૂહ. અભ્યુપગમ વસ્તુનો સ્વીકાર, આદર. અભ્યર્પત : યુક્ત, સહિત. અભ્ર : વાદળ, મેઘઘટા. અભ્રપડલ : વાદળાંઓનો સમૂહ, મેઘઘટા. અમર : દેવ, જો કે દેવોને પણ મરણ આવે જ છે પરંતુ લાંબાં આયુષ્ય હોવાથી અને આયુષ્ય ઓછું નહીં થવાથી જાણે નહીં મરનારા. : અમરણધર્મા જેને મરવાનું આવવાનું નથી તે, સિદ્ધભગવંતો. અમરેન્દ્રઃ દેવેન્દ્ર, દેવોના મહારાજા, દેવોના સ્વામી. અમર્ત્યપૂજ્ય : દેવો વડે પૂજનીય, દેવો વડે પૂજવા યોગ્ય. અમર્યાદિત ઃ મર્યાદા વિનાનું, જેની કોઈ સીમા નથી તેવું. અમાનનીય : માનવાને માટે અયોગ્ય, ન માનવા યોગ્ય. અમાપકાળ : જેના કાળનો કોઈ પાર નથી તે, અપરિમિત કાળવાળું. અમીદૃષ્ટિ : અમૃતભરેલી નજર, Jain Education International ૧૩ અભ્યાસક વર્ગ/અર્થયોગ અમૃત જેવી મીઠી દૃષ્ટિ. અમોઘ દેશના ઃ જે દેશના અવશ્ય : ફળ આપે જ, તેવી દેશના. અયુક્ત ઃ અયોગ્ય, ખોટું, અન્યાય ભરેલું, ગેરવાજબી. અયોગીકેવલીગુણ સ્થાનક ઃ મનવચન-કાયાના યોગ વિનાનું ૧૪મું ગુણસ્થાનક. અરનાથભગવાન ઃ ભરતક્ષેત્રમાં થયેલા ૧૮મા ભગવાન. અરાજકતા : રાજા વિનાનો દેશ, નિર્માયક સ્થિતિ. અરિહંતપ્રભુ : જેણે આત્મશત્રુઓને હણ્યા છે તથા તીર્થંકરપણાના ચોત્રીસ અતિશયોને જે યોગ્ય છે તે. અરૂપી દ્રવ્ય : વર્ણ-ગંધ-રસ-સ્પર્શ વિનાનું દ્રવ્ય (નિશ્ચયનયથી); ચક્ષુથી ન દેખી શકાય તેવું દ્રવ્ય (વ્યવહારનયથી). અર્થ : શબ્દથી થતો અર્થ, માટે, ધન. અર્થપર્યાય : દ્રવ્યોનો સમયવર્તી પર્યાય અથવા દ્રવ્યનો વર્તમાનકાળવર્તી પર્યાય. અર્થભેદ : જ્યાં કહેવાનું તાત્પર્ય જુદું હોય તે. અર્થયોગ : સૂત્રો બોલતી વખતે તેના અર્થો બરાબર વિચારવા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy