________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
ભાગમાં આવેલું બીજના ચંદ્રમાના આકારે ૫૨૬, ૬/૧૯ યોજન ઉત્તર-દક્ષિણ લાંબું એક ક્ષેત્ર. પૂર્વ-પશ્ચિમ અનિયત લાંબું, તે જ રીતે ધાતકીખંડ અને પુષ્કરવરદ્વીપમાં પણ ૨+૨ ભરતક્ષેત્રો છે.
ભવચક્ર : સંસારરૂપી ચક્ર, જન્મ જન્મમાં ફ૨વા-ભટકવાપણું. ભવધારણીય શરીર : જન્મથી મળેલું જે પ્રથમ શરીર તે, જેમ દેવનારકીને જન્મથી જે વૈક્રિય મળે તે ભવધારણીય, પછી નવું બનાવે તે ઉત્તરવૈક્રિય શરીર કહેવાય છે.
ભવનપતિદેવ : ચાર નિકાયના દેવોમાંની પ્રથમ નિકાય, જેના અસુરકુમાર આદિ ૧૦ ભેદો છે.
ભવનિર્વેદ : સંસાર ઉપરથી કંટાળો, સંસારસુખની બિનરસિકતા.
ભવપરિપાક : ભવોનું પાકી જવું,
મોક્ષ માટેની યોગ્યતા પાકવી. ભવપ્રત્યયિક : ભવ છે નિમિત્ત જેમાં
એવું, જેમ પક્ષીને ઊડવાની શક્તિ, માછલાંને તરવાની શક્તિ ભવથી જ મળે છે તેમ દેવ, નારકીને અવધિજ્ઞાન અને વૈક્રિય શરીર ભવથી જ મળે છે.
Jain Education International
૯૭
ભવચક્ર/ભાટકકર્મ
ભવભીરુ આત્મા : સંસારના (સુખ-દુઃખમય) ભાવોથી ડરનારો આત્મા.
ભવવૈરાગ્ય : સંસારમાંથી રાગ નીકળી જવો, રાગની હાનિ, ભાભિનંદી ઃ સંસારના ભૌતિક સુખમાં જ ઘણો આનંદ
માનનાર.
ભવિતવ્યતા : નિયતિ, ભાવિમાં નિશ્ચિત થનારું, દ્રવ્યના કેવલજ્ઞાનીની દૃષ્ટિએ થનારા પર્યાયો.
ભવ્યાતિભવ્ય : સુંદરમાં ઘણું સુંદર, અતિશય સુંદર.
ભસ્મછન્નાગ્નિ ઃ રાખથી ઢંકાયેલો અગ્નિ, (તેના જેવો ઉપશમભાવ છે).
ભક્ષણક્રિયા : પચાવી પાડવાની ક્રિયા, ભક્ષણ કરવાની ક્રિયા. ભાગ્ય ઃ નસીબ, કર્મ, પૂર્વબદ્ધ (જૈનેતર દૃષ્ટિએ ઈશ્વર). ભાગ્યવાન્ ઃ નસીબવાળો, પુણ્યકર્મ
વાળો, શુભકર્મવાળો આત્મા. ભાગ્યોદય : પૂર્વે બાંધેલા પુણ્યનો
ઉદય, આનું જ નામ ભાગ્યદશા પણ કહેવાય છે.
ભાટકકર્મ : ગાડી, ગાડાં, રથ વગેરે વાહનો ભાડે આપવાં, ભાડાથી ચલાવવાં, પંદર કર્માદાનમાંનું
For Private & Personal Use Only
www.jainelibrary.org