________________
વિખવાદ થવો/વિધિનિરપેક્ષ
વિખવાદ થવો ઃ ઝઘડો થવો, પરસ્પર ક્લેશ થવો, પરસ્પર મન ઊંચાં થવાં. વિખૂટા પડવું : જુદા પડવું, અલગ થવું (જીવ અને કર્મનું અલગ થવું).
૧૨૦
વિગઈ : શરીરમાં વિકાર કરે તે,
નકાદિ વિગતિમાં લઈ જાય તે, ઘી આદિ ૬ લઘુ વિગઈ, અને માંસ વગેરે છ મહાવિગઈ.
વિગ્રહગતિ : એક ભવથી બીજા ભવમાં જતાં વચગાળામાં જીવનું પંક્તિપ્રમાણે અથવા વક્રતાએ જે ગમન થાય તે. વિઘ્નજય : કોઈપણ આરંભેલા કાર્યમાં આવતાં વિઘ્નોને જીતવાં.
વિઘ્નહર : વિઘ્નોને હરનારું, વિઘ્નોને દૂર કરનારું, મહાપ્રભાવશાળી મંત્રાક્ષરમય, ઉવસગ્ગહર, ભક્તામર આદિ સ્તોત્રો.
વિચારવિનિમય : પરસ્પર વિચારોની
આપ-લે કરવી, આગ્રહ વિના વસ્તુતત્ત્વ પૂર્વાપર સંકલનાપૂર્વક વિચારવું.
વિચિકિત્સા ઃ દવા કરાવવી, સારવાર લેવી, ઔષધાદિ કરવાં.
Jain Education International
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
વિચ્છેદ થવો : વિનાશ થવો, પૂર્ણ થવું, સમાપ્ત થવું.
વિજાતીય વાયુ : પરસ્પર મેળ ન મળે, રોગ ઉત્પન્ન કરે તેવો વાયુ, અથવા શરીરની અંદરથી નીક્ળતો વાયુ અચિત્ત અને બહાર રહેલો વાયુ સચિત્ત એમ પરસ્પર વિજાતીય.
વિજાતીય સ્વભાવ : પરદ્રવ્યના સ્વભાવને અનુસરવું, તે વાળા બનવું, પરદ્રવ્યના સ્વભાવમાં ચાલ્યા જવું.
વિતર્ક : શબ્દનો અર્થ વિરુદ્ધ તર્ક, તર્કની સામે તર્ક કરવો તે થાય છે. શુક્લધ્યાનમાં વિતર્ક એટલે શ્રુતજ્ઞાન. તર્ક-વિતર્કો દ્વારા પ્રાપ્ત કરાતું સૂક્ષ્માતિસૂક્ષ્મ શ્રુતજ્ઞાન.
વિદ્યાચારણ મુનિ : વિદ્યા-જ્ઞાનના બળે આકાશમાં છે વેગવાળી ગતિ જેની તે.
વિદ્યાપ્રવાદપૂર્વ : જેમાં મંત્રો-તંત્રો
અને અનેક વિદ્યાઓ-લબ્ધિઓનું વર્ણન છે. તે ચૌદ પૂર્વોમાંનું એક પૂર્વ.
:
વિધિનિરપેક્ષ ઃ જે આત્માઓ અવિધિ સેવે છે અને તેના જ રસિક છે તથા જે નથી કરતા તેના કરતાં તો અમે ઘણા સારા
For Private & Personal Use Only
www.jainelibrary.org