________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
ઠાણાના છેડે કરાતો ત્રણ યોગોનો ત્યાગ તે યોગસંન્યાસ.
સપર્યવસિતશ્રુત ઃ જે શ્રુતજ્ઞાનનો અંત આવેતે, અન્તવાળું શ્રુત, દ્રવ્યથી એક વ્યક્તિને આશ્રયી, ક્ષેત્રથી ભરત ઐરાવત આશ્રયી. એમ કાલભાવથી જે શ્રુતજ્ઞાનનો અંત આવવાનો હોય તે.
સપ્તતિકા : છઠ્ઠો કર્મગ્રંથ, સિત્તેરગાથાનો ગ્રંથ, પંચસંગ્રહમાં આવતો એક ભાગ, જેમાં બંધાદિના ભાંગાઓનું વર્ણન
છે.
સપ્તભંગી : ‘સ્યાદ્ અસ્તિ' વગેરે સાત ભાંગાઓનો સમૂહ.
:
સફલતા : આરંભેલા કાર્યમાંથી મળનારા ફળની સિદ્ધિ થવી તે. સમકિતપ્રાપ્તિ ઃ જિનેશ્વર પરમાત્માના ધર્મની યથાર્થરુચિ થવી, સાચા દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે પ્રીતિ, વિશ્વાસ જામવો.
સમચતુરરુ સંસ્થાન ઃ જેના શરીરના
ચારે ખૂણા સમાન માપના છે તે, જમણા ઢીંચણથી ડાબો ખભો, ડાબા ખભાથી જમણો ઢીંચણ, કપાલના મધ્યભાગથી પલોંઠીનો મધ્યભાગ, પલોંઠીનું
Jain Education International
સપર્યવસિતશ્રુત/સમભૂતલા પૃથ્વી અંતર. આ ચારે માપો જ્યાં સમાનપણે વર્તે છે તે.
સમતોલ વૃત્તિ ઃજેનું મન કોઇના પક્ષમાં ખેંચાતું નથી તે, બન્ને બાજુ સમાન મનનો પરિણામ છે તે. સમન્વય કરવો ઃ પરસ્પર વિરોધી દેખાતી બે વસ્તુઓને જુદી જુદી.
વિવક્ષાથી બરાબર સમજીને યથાર્થપણે બેસાડવી તે.
સમન્વયવાદ : અપેક્ષાવાદ, સ્યાદ્વાદ, વિરોધી દેખાતા ધર્મોમાં પણ અપેક્ષાથીસમન્વય સમજાવનાર
૧૩૭
વાદ.
સમભાવમુદ્રા ઃ જેની મુખમુદ્રા
ઉપર
રાગ કે દ્વેષ બિલકુલ નથી તે. સમભિરૂઢનય : જે શબ્દનો ધાતુપ્રત્યયથી જેવો અર્થ થતો હોય તે જ પ્રમાણે શબ્દ પ્રયોગ કરનારી દૃષ્ટિ, જેમકે મનુષ્યોનું પાલન કરે તે નૃપ અને પૃથ્વીનું પાલન કરે તે ભૂપ.
સમભૂતલા પૃથ્વી : લોકનો અતિશય
મધ્યભાગ, જે ભૂમિથી ઉ૫૨નીચે સાત સાત રાજ થાય અને પૂર્વાદિ ચારે દિશામાં અર્ધો અર્ધો રાજ હોય તેવી સર્વ બાજુથી મધ્યના ૮ આકાશપ્રદેશવાળીભૂમિ.
For Private & Personal Use Only
www.jainelibrary.org