Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 160
________________ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ હુંડકસંસ્થાન : છઠ્ઠું સંસ્થાન, જેમાં બધાં જ અંગો પ્રમાણ વિનાનાં હોય છે તે. હૃદયગત ભાવ : હૈયામાં રહેલા ભાવ, પેટમાં રહેલી વાત. હેતુ : સાધ્યને સાધનારી નિર્દોષ ૧૫૧ ક્ષણવર્તી : એક ક્ષણમાત્ર રહેનાર, એક સમયમાત્ર વર્તનાર. ક્ષણિક : એક ક્ષણ પછી અવશ્ય નાશ પામનાર. ક્ષણિકવાદ : સર્વ વસ્તુઓ ક્ષણમાત્ર સ્થાયી છે, બીજા જ સમયે અવશ્ય નાશ પામનાર જ છે એવો એકાન્તમત અર્થાત્ બૌદ્ધદર્શન. ક્ષપકશ્રેણી : મોહનીય કર્મનો નાશ કરતાં કરતાં ગુણઠાણાં ચડવાં. ૮થી ૧૨ ગુણસ્થાનક સુધી આ ક્ષપકશ્રેણી કહેવાય છે. ક્ષમા : ક્રોધના પ્રસંગો હોવા છતાં ક્રોધ ન કરવો. ગળી જવું, માફી આપવી અને માફી માગવી. ક્ષમાયાચના ઃ આપણાથી થયેલા અપરાધની માફી માગવી. Jain Education International હુંડકસંસ્થાન/ક્ષાયિક ભાવ પ્રબળ યુક્તિ. હેતુવાદોપદેશિકી : માત્ર વર્તમાન કાળનો જ વિચાર કરવાવાળી જે સંજ્ઞા-અલ્પવિચારક શક્તિ. હેય : ત્યજવા લાયક, છોડી દેવા યોગ્ય. ક્ષ ક્ષમાશ્રમણ : ક્ષમાની પ્રધાનતાવાળા મુનિ. ક્ષય ઃ પૂર્વબદ્ધ કર્મોનો વિનાશ કરવો. ક્ષયજન્ય : કર્મોના ક્ષયથી ઉત્પન્ન થયેલા (ગુણાદિ) ભાવો. ક્ષયોપશમ : ઉદયમાં આવેલાં કર્મોની તીવ્ર શક્તિને હણીને મંદ કરીને ભોગવવી અને અનુદિત કર્મો જે ઉદીરણા આદિથી ઉદયમાં આવે તેમ છે તેને ત્યાં જ દબાવી દેવાં તે. ક્ષયોપશમાનુવિદ્ધ : ક્ષયોપશમથી યુક્ત, મતિ-શ્રુત જ્ઞાનાવરણીય, અચક્ષુ દર્શનાવરણીય અને પાંચ અંતરાય કર્મનો ઉદય સદા ક્ષયોપશમની સાથે જ હોય છે તે. ક્ષાયિક ભાવ : કર્મોના ક્ષયથી થનારો જે ભાવ, કેવળજ્ઞાન, કેવળ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166