Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 126
________________ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ કોઈની પણ ન સંભવી શકે તેવી ઉત્તમ ૩૫ ગુણોવાળી સર્વોત્તમ જે વાણી તે. વચનોચ્ચાર : શબ્દો-વચનો બોલવાં તે, (પાંચ હ્રસ્વ સ્વરોનો વચનોચ્ચાર કરતાં જેટલો કાળ લાગે તેટલો કાળ ૧૪મા ગુણસ્થાનકનો હોય છે.) જે વજૠષભનાચયસંઘયણ હાડકામાં મર્કટબંધ-પાટો અને ખીલી મારેલા જેવી અતિશય ઘણી જ મજબૂતાઈ હોય તે પ્રથમ સંઘયણ. ૧૧૭ . વજસ્વામીજી : જેઓએ બાલ્યવયમાં ઘોડિયામાં સાધ્વીજીના મુખે ભણાતાં શાસ્ત્રો સાંભળી ૧૧ અંગની વિદ્યા પ્રાપ્ત કરી હતી તે. વડી દીક્ષા ઃ અવસર્પિણી કાળમાં પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં છ મહિનાની અંદર યોગ્યતા લાગવાથી ફરીથી અપાતી પાંચ મહાવ્રતોના ઉચ્ચારણપૂર્વકની દીક્ષા. Jain Education International શાખા-પ્રશાખા વનસ્પતિકાય : ઝાડ-ફૂલફળવગેરે વનસ્પતિરૂપે છે કાયા જેની એવા જીવો, આ પ્રત્યેકસાધારણ બે પ્રકારે છે. વચનોચ્ચા૨/વર્ગણા વનિતાવૃન્દ સ્ત્રીઓનો સમૂહ, નારીઓનું ટોળું. વન્દેન આવશ્યક ઃ છ આવશ્યકોમાંનું ત્રીજું આવશ્યક, નમવું. ગુરુજીને વન્ધ્યબીજ : જે બીજમાં ફળ બેસે નહીં તે, ઉગાડવા છતાં અંકુરાને માટે અયોગ્ય. વન્ધ્યા સ્ત્રી ઃ જે સ્ત્રીને પુરુષનો યોગ થવા છતાં પણ સંતાનપ્રાપ્તિ ન થાય તે, સંતાનપ્રાપ્તિમાં અયોગ્ય સ્ત્રી. વમન થવું : ઊલટી થવી, કરેલું ભોજન મુખથી ઉદાનવાયુ દ્વારા બહાર આવે તે, તપાચારના અતિચારમાં ‘‘વમનહુઓ'' શબ્દ આવે છે તે. વયોવૃદ્ધ ઃ ઉંમરમાં ઘણા ઘરડા થયેલા, અનુભવી પુરુષો. વરસીદાન ઃ પ્રભુ જ્યારે જ્યારે દીક્ષા લે છે ત્યારે ત્યારે એક વર્ષ સુધી દીન-દુખિયાઓને સતત દ્રવ્યનું ધન-વસ્ત્ર-આદિનું) દાન આપે છે તે. વર્ગણા : સરખેસરખા પરમાણુઓવાળા સ્કંધો, અથવા તેવા સ્કંધોનો સમૂહ. તેના ઔદારિકાદિ ૮ ભેદો છે. ઔદારિક શરીરને યોગ્ય સ્કંધો For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166