SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ભાગમાં આવેલું બીજના ચંદ્રમાના આકારે ૫૨૬, ૬/૧૯ યોજન ઉત્તર-દક્ષિણ લાંબું એક ક્ષેત્ર. પૂર્વ-પશ્ચિમ અનિયત લાંબું, તે જ રીતે ધાતકીખંડ અને પુષ્કરવરદ્વીપમાં પણ ૨+૨ ભરતક્ષેત્રો છે. ભવચક્ર : સંસારરૂપી ચક્ર, જન્મ જન્મમાં ફ૨વા-ભટકવાપણું. ભવધારણીય શરીર : જન્મથી મળેલું જે પ્રથમ શરીર તે, જેમ દેવનારકીને જન્મથી જે વૈક્રિય મળે તે ભવધારણીય, પછી નવું બનાવે તે ઉત્તરવૈક્રિય શરીર કહેવાય છે. ભવનપતિદેવ : ચાર નિકાયના દેવોમાંની પ્રથમ નિકાય, જેના અસુરકુમાર આદિ ૧૦ ભેદો છે. ભવનિર્વેદ : સંસાર ઉપરથી કંટાળો, સંસારસુખની બિનરસિકતા. ભવપરિપાક : ભવોનું પાકી જવું, મોક્ષ માટેની યોગ્યતા પાકવી. ભવપ્રત્યયિક : ભવ છે નિમિત્ત જેમાં એવું, જેમ પક્ષીને ઊડવાની શક્તિ, માછલાંને તરવાની શક્તિ ભવથી જ મળે છે તેમ દેવ, નારકીને અવધિજ્ઞાન અને વૈક્રિય શરીર ભવથી જ મળે છે. Jain Education International ૯૭ ભવચક્ર/ભાટકકર્મ ભવભીરુ આત્મા : સંસારના (સુખ-દુઃખમય) ભાવોથી ડરનારો આત્મા. ભવવૈરાગ્ય : સંસારમાંથી રાગ નીકળી જવો, રાગની હાનિ, ભાભિનંદી ઃ સંસારના ભૌતિક સુખમાં જ ઘણો આનંદ માનનાર. ભવિતવ્યતા : નિયતિ, ભાવિમાં નિશ્ચિત થનારું, દ્રવ્યના કેવલજ્ઞાનીની દૃષ્ટિએ થનારા પર્યાયો. ભવ્યાતિભવ્ય : સુંદરમાં ઘણું સુંદર, અતિશય સુંદર. ભસ્મછન્નાગ્નિ ઃ રાખથી ઢંકાયેલો અગ્નિ, (તેના જેવો ઉપશમભાવ છે). ભક્ષણક્રિયા : પચાવી પાડવાની ક્રિયા, ભક્ષણ કરવાની ક્રિયા. ભાગ્ય ઃ નસીબ, કર્મ, પૂર્વબદ્ધ (જૈનેતર દૃષ્ટિએ ઈશ્વર). ભાગ્યવાન્ ઃ નસીબવાળો, પુણ્યકર્મ વાળો, શુભકર્મવાળો આત્મા. ભાગ્યોદય : પૂર્વે બાંધેલા પુણ્યનો ઉદય, આનું જ નામ ભાગ્યદશા પણ કહેવાય છે. ભાટકકર્મ : ગાડી, ગાડાં, રથ વગેરે વાહનો ભાડે આપવાં, ભાડાથી ચલાવવાં, પંદર કર્માદાનમાંનું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy