________________
ભેદાભેદ/ભ્રાન્તિ થવી
ભિન્નતા, તેનો વિનાશ કરવો તે. ભેદાભેદ : કોઈ પણ બે વસ્તુઓ વચ્ચે અપેક્ષાએ ભેદ અને અપેક્ષાએ અભેદ; જેમ કે પશુ અને મનુષ્ય વચ્ચે પશુ અને મનુષ્યપણે ભેદ અને પંચેન્દ્રિયપણે અભેદ.
૧૦૦
ભોગ ઃ જે એક વાર ભોગવાય એવી વસ્તુ, ભોગવવું, વાપરવું. ભોગભૂમિ : યુગલિક ક્ષેત્રો, અકર્મભૂમિ, જ્યાં સાંસારિક સુખો ઘણાં છે તેવી ભૂમિ, હિમવંત-રિવર્ષાદિ ક્ષેત્રો. ભોગાભિલાષી (જીવ) : ભોગોની જ ઇચ્છાવાળો જીવ, સંસારસુખનો જ ઇચ્છુક. ભોગોપભોગ : એક વાર ભોગવાય
તે ભોગ અને વારંવાર ભોગવાય તે ઉપભોગ, તે બન્નેનું સાથે વર્તવું તે ભોગોપભોગ.
ભોગોપભોગ (પરિમાણવ્રત) : ભોગ અને ઉપભોગ યોગ્ય વસ્તુઓ જીવનમાં કેટલી વાપરવી તેનું માપ ધારવું, પ્રમાણ કરવું તે. ભોગ્યકાળ : બાંધેલાં કર્મોનો ઉદય
શરૂ થાય ત્યારથી તેઓનો ભોગવવાનો કાળ અથવા કર્મદલિકોની રચનાવાળો કાળ,
Jain Education International
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
જે કર્મોની જેટલી સ્થિતિ હોય તેના ૧ કોડાકોડી સાગરોપમે ૧૦૦ વર્ષનો અબાધ કાળ હોય છે તે વિનાનો બાકીનો કાળ. ભૌતિક દૃષ્ટિ : સંસારસુખ એ જ સાર છે, મેળવવા યોગ્ય છે એવી દૃષ્ટિ.
ભૌતિક સુખ : પાંચ ઇન્દ્રિયોસંબંધી સંસારનું સુખ. ભ્રમ થવો : વિપરીત દેખાવું, મગજમાં વિપરીત બેસવું, ઊંધું લાગવું, ઊલટસૂલટ બુદ્ધિ થવી તે. ભ્રમરવૃત્તિ ઃ ભમરાની જેમ, સાધુસંતોનો આહાર ભમરાની જેમ હોય છે. જેમ ભમરો જુદાં જુદાં ફૂલોમાંથી રસ ચૂસે પરંતુ કોઈ ફૂલનો વિનાશ ન કરે, તેમ સાધુસંતો જુદાં જુદાં ઘરોથી અલ્પ અલ્પ આહાર લે, કોઈને પણ દુઃખ ન આપે. ભ્રમિતચિત્ત : જેનું ચિત્ત ભ્રમિત થયું છે તે, સાર વસ્તુને અસાર માને અને અસાર વસ્તુને સાર માને તે.
ભ્રષ્ટ : નાશ પામેલ, ખોવાયેલ,
માર્ગથી ભૂલો પડેલ હોય તે. ભ્રાન્તિ થવી : સારમાં અસાર બુદ્ધિ થવી, અજ્ઞાનદશા.
For Private & Personal Use Only
www.jainelibrary.org