________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
બંધ થવો તે, આનું જ બીજું નામ તીવ્રાનુભાગબંધ છે. તુચ્છ સ્વભાવ : હલકો સ્વભાવ, અલ્પ કારણથી મોટો ઝઘડો કરે, અપમાન કરે, ઉતારી પાડે એવો સ્વભાવ.
તુઔષધિ : જેમાં ખાવાનું થોડું અને ફેંકવાનું વધારે હોય તે; જેમ કે સીતાફળ, નાનાં બોર, શેરડી વગેરે, આવા પદાર્થોનું ખાવું તે તુચ્છઔષધિભક્ષણ.
તુજપદ પંકજ : હે પ્રભુજી ! તમારા ચરણરૂપી કમળોમાં.
તુક્યો સાહિબ ઃ પ્રસન્ન થયેલ સ્વામી, ખુશ થયેલ મહારાજા.
તુણ્ડતાણ્ડવ : વાચાલપણે વધારે
પડતું બોલવા માટેની મુખની પ્રક્રિયા, અઘટિત, ઘણું બોલવું તે. તુલ્યમનોવૃત્તિ : ઉપસર્ગ કરનાર અને ભક્તિ કરનાર, એમ બન્ને ઉપર જેની સરખી મનોદશા છે તેવા ભગવાન.
તુષારવા : • હિમના જેવા વર્ણવાળી હે સરસ્વતી દેવી.
તુહ સમત્તે લખ્યું : હે પ્રભુજી ! તમારું સમ્યક્ત્વ મળે છતે.
તૂરો રસ ઃ ફિક્કો રસ, એક પ્રકારનો
સ્વાદ.
Jain Education International
૫૭
તુચ્છ સ્વભાવ/તેજોવર્ગણા
તૃણવત્ ઃ ઘાસની જેમ, વીતરાગતાના સુખ સામે દેવેન્દ્રનું સુખ પણ તૃણની જેવું છે. તૃતીયપદ : ત્રીજું પદ, પંચપરમેષ્ટિમાં આચાર્ય એ ત્રીજું પદ છે.
તૃપ્તિ થવી : સંતોષ થવો, ધરાઈ જવું, તૃપ્ત થવું. તેઇન્દ્રિય ઃ સ્પર્શન, રસના અને પ્રાણ આ ત્રણ ઇન્દ્રિયો જેઓને છે તે, જેમ કે કીડી, મકોડો, મચ્છર, માંકડ વગેરે.
તેઉકાય ઃ અગ્નિરૂપ જીવો, આગમય છે શરીર જેનું તે.
તેજંતુરી ઃ એ નામની એક ઔષધિ છે. જેના સ્પર્શથી લોખંડ પણ સોનું થાય છે.
તેજમય આત્મા : જ્ઞાનાદિ આત્મ
ગુણોના તેજસ્વરૂપ આત્મા છે. તેજોલેશ્યા : એક લબ્ધિવિશેષ છે
કે જેના પ્રતાપથી બીજાના ઉપર ગુસ્સાથી આગમય શરીર બનાવી બાળે તે અથવા અધ્યવસાયવિશેષ કે જાંબુના દૃષ્ટાન્તમાં જાંબુના સર્વ ઝૂમખાં પાડી નાખવાની મનોવૃત્તિ. તેજોવર્ગણા : પુદ્ગલાસ્તિકાયની વર્ગણાઓમાંની એક ચોથા નંબરની
આઠ વર્ગણા.
For Private & Personal Use Only
www.jainelibrary.org