________________
બહુપરિશ્રમિત/બાહ્યભાવ નિવૃત્તિ
પ્રકારે, અનેક રીતે. બહુપરિશ્રમિત : ઘણું જ થાકેલું, અતિશય પરિશ્રમવાળું થયેલું.
બહારંભત્વ : ઘણા આરંભ સમારંભ જેના જીવનમાં છે તે.
બાદર ઃ એક જીવનું શરીર, અથવા અનેક જીવોનાં અનેક શરીરો ભેગાં થયાં છતાં જે ચક્ષુથી દેખી શકાય તે, એવી રીતે ચક્ષુથી દેખી શકાય તેવા પુદ્ગલસ્કંધો.
બાદરપર્યામા : જે જીવોનાં શરીરો
ચક્ષુર્ગોચર છે અને પોતાના ભવને યોગ્ય ૪/૫/૬ પર્યાપ્તિઓ જેણે પૂરી કરી છે અથવા પૂરી કરવા સમર્થ છે તે. બાદરેકેન્દ્રિય : સ્પર્શના એક જ ઇન્દ્રિય જેને મળી છે. તેવા સ્થાવર જીવોમાં જે ચક્ષુથી ગોચર થાય તેવા શરીરવાળા. બાધક તત્ત્વ : કોઈપણ કાર્ય કરવામાં મુશ્કેલી સરજનાર, કામ ન થવા દેનાર તત્ત્વ, વિઘ્ન ઊભું કરનાર તત્ત્વ.
બાર પર્ષદા : ભગવાનના સમવસરણ વખતે નીચે મુજબ ૧૨ જાતના જીવોનો સમૂહવ્યાખ્યાન સાંભળનાર હોય છે. (૧) ભવનપતિ. (૨) વ્યંતર,
૯૪
Jain Education International
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
(૪)
(૩) જ્યોતિષિક, વૈમાનિક દેવો, (પથી ૮) આ ચારે દેવોની દેવીઓ, (૯) સાધુ, (૧૦) સાધ્વી, (૧૧) શ્રાવક, (૧૨) શ્રાવિકા.
બાલતપ : અજ્ઞાનતાથી વિવેક વિના કરાતો તપ, જેમ કે પંચાગ્નિતપ, અગ્નિપ્રવેશ, જલપ્રવેશ, પર્વત ઉપરથી પડતું મૂક્યું વગેરે.
બાહ્ય તપ : ઉપવાસ કરવો, ઓછું ભોજન કરવું વગેરે છ પ્રકારનો તપ, જે તપ શરીરને તપાવે, બહારના લોકો જોઈ શકે તે. બાહ્ય નિમિત્ત : સમ્યક્ત્વાદિ ગુણો
પામવામાં સાયક થનાર બહારનાં કારણો, જેમ કે મૂર્તિ, ગુરુજી, સમજાવનાર, કે વડીલો વગેરે.
બાહ્ય નિવૃત્તિ ઇન્દ્રિય : બહાર
દેખાતી અને અંદરની ઇન્દ્રિયની માત્ર રક્ષા કરનારી, એવી પુદ્ગલના આકારવાળી જે ઇન્દ્રિય તે.
બાહ્યભાવ નિવૃત્તિ : પુદ્ગલના સુખ-દુઃખ સંબંધી વિચારોનો, શરીર, પરિવાર, ધનાદિ સંબંધી વિચારોનો, અને ક્રોધમાનાદિ સંબંધી વિચારોનો તથા
For Private & Personal Use Only
www.jainelibrary.org