________________
અંક ૧-૨]
આગમનું પાચન
મકાયેલી જણાતી નથી. કેટલાક તે એ માટે શું કરવું જોઈએ તેથી પણ અજ્ઞાત જોવાય છે. આગમના અવલોકન માટે એને વિવિધ દષ્ટિપૂર્વક અભ્યાસ કરવો જોઇએ અને તેમ કરનારને સુગમતા થાય તે માટે સૌથી પ્રથમ તે પ્રત્યેક આગમનું સમીક્ષાત્મક સંસ્કરણ (critical edition ) થવું ઘટે. આની રૂપરેખા હું અત્ર આલેખી આ લેખનું કલેવર વધારવા ઇચ્છતું નથી. એથી એના જિજ્ઞાસુને જૈન ધર્મ પ્રકાશ સુવર્ણ મહેસવ વિશેષાંકમાં “પ્રગતિને પંથ” એ નામને મારે જે લેખ છપાયેલ છે તેને પ્રસ્તુત ભાગ જેવા ભલામણ કરું છું.
જેમને આગમનું યથેષ્ટ અવલોકન કરવાની અભિલાષા હોય તેમણે નીચની હકીકતે તરફ ધ્યાન આપવું ઘટે –
(૧) આગમની વ્યાખ્યા અને તેનું મૂળ, (૨) આગમોની સંખ્યા, (૩) આગમન પ્રાચીન વર્ગીકરણ, (૪) અંગ, છેદસૂત્ર, મૂલસત્ર ઇત્યાદિ છે વિભાગોની ઉત્પત્તિ અને ઉપપત્તિ, (૫) આગમોને અન્ય આગમાદિમાં નિર્દેશ, (૬) આગમોમાં ચર્ચાયેલા વિષયો (૭) આગના પ્રણયનકાળથી માંડીને તે તેના આજે ઉપલબ્ધ થતા સ્વરૂપ સુધીને પ્રામાણિક ઈતિહાસ, (૮) અગમે માટે વિધમાન તાડપત્રીય હસ્તલિખિત પ્રતિઓનું નિરીક્ષણ અને (૮) આગમને લગતા વિવરણાત્મક સાહિત્યને પરામર્શ.
આ કંઈ સંપૂર્ણ યાદી નથી તેમજ વળી એમાં ગણવેલો હકીકતે એકબીજાથી સર્વથા ભિન્ન પણ નથી. આ તે કેવળ માર્ગદર્શન છે. અહીં સૂચવેલી તમામ હકીકતેને અનુલક્ષીને એક પુસ્તક ગુજરાતી ભાષામાં અને એક અંગ્રેજી ભાષામાં તૈયાર કરવાના મનેરશે તે હું આજે કેટલાંયે વર્ષોથી એવું છું. હાલમાં એ સંબંધમાં ગુજરાતી ભાષામાં એક પુસ્તક મેં તૈયાર કર્યું છે અને તે છપાવવા માટે દ્રવ્યને યથેષ્ટ પ્રબંધ થાય ત્યાં સુધી બેસી ન રહેતાં મેં એ છપાવવાનું સાહસ પણ ખેડયું છે. આશા છે કે અનંતકલ્યાણી જન સંધ એની એગ્ય કદર કર્યા વિના નહિ રહે.
પ્રસ્તુતમાં આ લેખમાં હું બે ત્રણ બાબતેને જ નિર્દેટા કરીશ, કેમકે ઉપર સૂયવ્યા મુજબ આ વિષય તે એક પુસ્તક જેટલી જગ્યા રોકે તેમ છે. આગમોની સંખ્યા
આગમની વ્યાખ્યા વિચારતાં આગમોની સંખ્યાની ઇયત્તા જો કે નકકી થાય છે ખરી, પરંતુ તેને સ્પષ્ટ નિર્દેશ તો એને લગતા અન્યાન્ય ઉલ્લેખાદિ ઉપર મુખ્યતયા આધાર રાખે છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે મૂળભૂત આગમના પ્રણયન સમયે એની સંખ્યા પ્રત્યેક ગણધરને ઉ શીને બારની હતી. એ બાર આગનેને આપણે “ દ્વાદશાંગી” યાને “ગણિપિટક” તરીકે ઓળખીએ છીએ. એ ગણધરના સમસમય અને એક જ ગુરૂના શિષ્યરૂપ મુનિવરને હાથે રચાયેલાં શાસ્ત્રોની સંખ્યા ગણવાય. પરંતુ તેને નામોલ્લેખ થે મુશ્કેલ છે. આ વિકટ પરિસ્થિતિને બાજુ ઉપર રાખતાં આપણે પંદરમા સૈકામાં આગની સંખ્યા ૪૫ની ગણાવાયેલી જોઈ એ છીએ. અને એથી પણ આગળ વધતાં એની સંખ્યા
www.ainelibrary.org
For Private & Personal Use Only
Jain Education International