________________
106
રાજ પ્રશનીયસૂત્રમાં નાટ્યતત્ત્વ આવતી નાટ્યવિધિઓથી જુદી નથી. તે બરાજ પ્રનીયમાંની ૨૨ થી ૩૧ સુધીની નાવિધિઓ છે. જીવાભિગમની ટીકામાં મલયગિરિએ “રાજપ્રશનીય ગત ૩૨ નાટ્યવિધિઓને સંપૂર્ણ હવાલે આપે છે.
પ અહી આપણે પ્રયત્ન આ “રાજપ્રશનીયસૂત્રમાંની ૩૨ નાટ્યવિધિઓ સ્પષ્ટ કરવાનું છે. તથા ભરતના નાટ્યશાસ્ત્ર કે અન્ય નાટ્યશાસ્ત્રીય ગ્રંથમાં તે અંગેના નિદેશો પ્રાપ્ત થાય છે કે કેમ તે ચકાસવાને છે.
હવે આપણે તે દરેક નાટ્યવિધિ ક્રમશઃ વિચારીશું. (૧) સૌ પ્રથમ સ્વસ્તિક, શ્રીવત્સ, નન્દાવત, વર્ધમાનક, ભદ્રાસન, કલશ, મસ્ય, દર્પણ-ને દિવ્ય અભિનય દર્શાવે છે. - ડે. રાઘવનના મતે (પૃ. ૫૭૩) સ્વસ્તિક વગેરે આકૃતિમાં ગઠવાઈને કરાતું નૃત્ય તે સ્વસ્તિક વગેરે નામે ઓળખાતું હશે. અથવા તે નર્તક તે પ્રકારની મુદ્રાઓને અભિનય કરતે હશે. | સ્વસ્તિક વગેરે આકારમાં ગોઠવાઈ નૃત્ય કરાયું હશે, તેવી સંભાવના શ્રી કાપડિયાએ (પૃ પ૭) પણ વ્યક્ત કરી છે. (અ) સ્વસ્તિક :
| નાટ્યશાસ્ત્રીય ગ્રંથમાં શિરમારસમા ભરતના “નાયશાસ્ત્ર' (ના.શા)માં “સ્વસ્તિકને ઉલેખ મળે છે.
સૌ પ્રથમ “ના. શા. ૪૩૭ Aમાં કરણના પ્રકાર તરીકે તેને ઉલ્લેખ છે તથા કલેક-૭૫/૭૬માં તેનું લક્ષણ આપ્યું છે. તે આ પ્રમાણે છેઃ
हस्ताभ्यामथ पादाभ्यां भवतः स्वस्तिको यदा ।। तत्स्वस्तिकमिति प्रोक्त करण करणार्थिभिः ।
–(ના. શા. -૭૫ B ૭૬A) અર્થાતું, બે હાથ વડે ને બે પગ વડે જ્યારે સ્વસ્તિક આકાર બને છે, તેને “કરણની ઈચ્છાવાળાઓ વડે “સ્વસ્તિક નામે કરણ કહેવાયું છે.
ના. શા. અધ્યાય-૯માં સંયુત હસ્તના તેર અભિનયે ગણાવતાં, ચેથા અભિનય તરીકે વસ્તકો ઉલ્લેખ છે, જેની ધ શ્રી કાપડિયાએ (પૃ. ૬૦) પણ લીધી છે. જેમ કે—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org