________________
રાજપનીયસૂત્રમાં નાટ્યતત્ત્વ
. જાગૃતિ પંડયા, અમદાવાદ ત્યાગ, વૈરાગ્ય અને અધ્યાત્મને પ્રાધાન્ય આપતા જૈનધર્મમાં સંગીત તથા નૃત્યની જેમ નાટક પણ આગવું સ્થાન ધરાવે છે. નાટ્યવિધિ એ ભક્તિગનું સર્વોત્તમ અંગ હેઈ, ભક્તિના શ્રેષ્ઠ પ્રકારરૂપ નાટક પૂજામાં પણ સ્થાન પામ્યું હતું. આ નાટક પૂજામાં સંગીતના સાજ સાથે ભાવવાહી નૃત્ય કરાતું. એટલે કે, નૃત્યના પાંચ પ્રકારો પૈકી એક એ નાટક-એમ કહી શકાય. આવાં નાટક જાહેર વ્યાખ્યાનના સ્થળે ભજવાતાં હોય છે, જે બેધપ્રધાન હોવાની સાથે ધર્મને પણ પુષ્ટિ આપનારાં હોવાથી જૈનધર્મમાં મહત્વપૂર્ણ સ્થાન પામે છે.
જૈન સાહિત્યના પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ તે આગમ આ આગમગ્રંથમાં પણ નાટ્યતત્વનું નિરૂપણ પ્રાપ્ત થાય છે. જેમ કે-જૈન આગમના બીજા મહત્વપૂર્ણ ઉપાંગ – “રાજપ્રનીયસૂત્ર–માં સૂર્યાભદેવે મહાવીરસ્વામી સમક્ષ ૩૨ પ્રકારનાં નાટક કરી બતાવ્યાનું જણાવ્યું છે. “વિવાહપત્તિ નામના પાંચમા અંગમાં, ઈશાન ઈન્દ્રને અધિકાર વર્ણવતાં–દેવ રાયqળરૂ વાવ ઢિવ રેિિ કાવ- એ ઉલ્લેખ છે, જેન આગમના દસમા ઉપાંગ –‘પુફિયા” -માં સૂર્યાભદેવની જેમ ચંદ્ર નામે ઈન્દ્ર, સૂર્ય, શુક્ર, બહુપુત્રિકા દેવી, પૂર્ણભદ્ર, મણિભદ્ર, દત્ત, શિવ, બલ, અને અનાદત (અનાય) વગેરેએ મહાવીર સ્વામી સમક્ષ નાટ્યવિધિ બતાવ્યાને ઉલ્લેખ છે. અન્ય આગમાં પણ અનેક સ્થળે નાવિધિ અંગે ઉલ્લેખ મળે છે. જેમ કે, “ઉત્તરાધ્યયન'ની વૃત્તિ અનુસાર- જ્યારે બ્રહ્મદત્ત ચક્રવતી પદ પર બેઠે તે તેની સામે એક નટે મધુકરી ગીત નામની નાટ્યવિધિ પ્રદર્શિત કરી, (ઉત્તરાધ્યયન ટીકા૧૩. પૃ ૧૯૬) તથા, સૌધર્મઇન્દ્રની સામે સુધર્મા સભામાં “સૌદામિની નાટક કરવાનો પણ ઉલ્લેખ છે. (ઉત્તરાધ્યયન ટીકા-૧૮ પૃ. ૨૪૦ અ.) વળી, જીવાભિગમમાં વિજયદેવને અધિકાર વણવતાં, (સૂત્ર – ૧૪૧) કેટલીક નાટ્યવિધિને ઉલેખ છે. આ નાટ્યવિધિએ “રાજ પ્રશનીયસૂત્રમાં 8. Seminar on Jain Agama
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org