Book Title: Jain Agam Sahitya
Author(s): K R Chandra
Publisher: Prakrit Text Society Ahmedabad

View full book text
Previous | Next

Page 269
________________ જૈન આગમ, મહાભારત તુલનાત્મક અધ્યયન ૨૪૫ આખું પેટા પર્વ મળે છે, તેમાં મુખ્ય વિગત એ છે કે દુપદ અર્જુનને શોધીને તેની સાથે દ્રોપદીને પરણાવવા માગતો હતું તેથી એણે અર્જુન સિવાય બીજું કંઈ જેની પણછ ન ચઢાવી શકે તેવું ધનુષ્ય તૈયાર કરાવ્યું હતું. “મ ભા.” માં, સ્વયંવરનાં અનેક પ્રદેશના રાજાઓ તેમજ બ્રાહ્મણવેશે પાંડવે આવ્યાનો ઉલ્લેખ છે ૨૮ સ્વયંવરવનમાં જે અનેક રાજાઓને તથા ક્ષત્રિને નિદેશ છે, તેમાંથી કૃષ્ણ અને યાદ, પાંડે દુર્યોધન. જયદ્રથ, અશ્વત્થામા, શકુનિ, કર્ણ, કીચક, સહદેવ, શિશુપાલ અને ભીષ્મકના પુત્ર રૂપિ વગેરે નામે જેન આગમમાં પણ મળે છે અને લક્ષ્યવેધ કરતા ની સાથે, દ્રોપદીએ એને વરમાળ પહેરાવી. કર્ણ શલ્ય વગેરે ક્ષત્રિય બ્રાહ્મણને કન્યા આપવા બદલ પદની સામે થયા. ભીમ, અર્જુન વગેરેએ શોર્યથી તેમનો પરાજય કર્યો.૩૦ યુધિષ્ઠિરે જ્યારે કહ્યું કે દ્રોપદી અમારી પાંચેની પત્ની થશે, ત્યારે દ્રપદને તે વાત લેકાચાર વિરુદ્ધ અને વેદ વિરુદ્ધ લાગે છે. ૩૨ તેમના મનનું સમાધાન કરવા યુધિષ્ઠિર પૈરાણિક દષ્ટાંત આપે છે અને વ્યાસમુનિ દ્રોપદીના પૂર્વજન્મની કથા કહી દ્રપદ રાજા પાસે આ વિલક્ષણ નિર્ણય સ્વીકારે છે. પાલિજાતકમાં દ્રોપદી સ્વયંવર વિશે નીચે પ્રમાણે વિગત મળે છે. રાજા બ્રહ્મદત્ત પાસે તેની કૃષ્ણ નામની કન્યાએ વર માંગ્યું કે મારે માટે સ્વયંવર શેઠ. રાજાએ સ્વયંવર ગોઠવી, તેમાં અનેક રાજાઓને આમંચ્યા. તેમાં તક્ષશિલાના જગવિખ્યાત શિક્ષક પાસે ભણીને આવેલા પાંડુપુત્રે પણ ફરતા ફરતા ગુપ્તવેશે ત્યાં આવી પહોંચ્યા. બધા ભેગા મળેલા રાજાઓમાંથી કેઈ દ્રોપદીને ગમ્યા નહી. અટારીમાં ઉભેલી તેણે જેવા પાંડુપુત્રને જોયા કે તરત જ એ પાંચેના માથા પર ફૂલની માળા ફેકીને કહ્યું કે આ પાંચને હું પસંદ કરું છું. રાજા બ્રહ્મદત્તને પાંચને પતિ તરીકે પસંદ કરવાની વાત ગમી નહી, તેથી તે મૂંઝાયો. પોતે પહેલેથી કન્યાને વર આપ્યો હોવાથી, તેણે કમને તે વિનતિ સ્વીકારી. આ પાંચ પાંડે છે એમ જાણ્યા પછી, તેણે ખુશીથી દ્રોપદીનાં લગ્ન એમની સાથે કરાવી આપ્યાં.૩૪ જૈન આગમમાં દ્રોપદીને એક પુત્ર પાંડુસેન નામે દર્શાવ્યા છે, ૫ જ્યારે “મ. ભા.”માં દ્રોપદીના પાંચ પાંડવથી થયેલા પાંચ પુત્ર પ્રતિવિધ્ય, સુતસેમ, શ્રુતકર્મા, શતાનિક અને શ્રુતસેન દર્શાવ્યા છે.૩૬ પા લિજાતકમાં તેના પુત્ર વગેરેનો કોઈ ઉલ્લેખ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330