________________
૨૪૩
જૈન આગમ, મહાભારત તુલનાત્મક અધ્યયન કથાઓ, લેકવિરુદ્ધ જણાતી દ્રૌપદીના બહુપતિત્વની બાબતને ન્યાઓ ઠરાવવા માટે અપાયેલી અને પાછળથી ઉમેરાયેલી પણ લાગે છે. આદિ પર્વમાં, મહાભારતકારે આ બાબત ધમ વિરુદ્ધ નથી એવું દર્શાવવા. બીજા કેટલાંક પૌરાણિક દષ્ટાંત આપ્યાં છે, કેટલાક ખુલાસા પણ કર્યા છે, પણ એ બધામાં ઘણી વિસંગતિઓ રહેલી છે, અને એમાં એકે ખુલાસે સંતોષકારક નથી. આ સમસ્યાની વિગતવાર ચર્ચા અન્યત્ર ગ્રંથોમાં તેમજ લે ખામાં થયેલી છે, તેથી તેને અહીં માત્ર નિદેશ જ કર્યો છે. ૧૮
પાલિતકમાં દ્રૌપદીના પૂર્વજન્મ અંગેને કેઈ નિર્દેશ નથી, તેમાંના “કુણાલજાતક”માં જે કુણાલપક્ષી પૂર્ણ મુખ પક્ષીને દ્રોપદીની કથા કહે છે, તેને એક પૂર્વજન્મ અર્જુન તરીકેને હતું, એમ કહેવાયું છે. વળી તેમાં દ્રૌપદીના બહુપતિત્વની વિલક્ષણ હકીક્ત બાબત કંઈ સમાધાન આપવાનો પ્રયત્ન પણ થયો નથી. દ્રોપદી તરીકે જન્મ
જૈન આગમ ગ્ર’થે પ્રમાણે તે કાંપિલ્યપુરના ૬૫ રાજા અને ચૂલણી રાણપુની પુત્રી હતી અને ધૃષ્ટદ્યુમ્ન કુમારની બહેન હતી.૨૦
મ. ભા.'માં આદિપર્વમાં એ વૃત્તાંત મળે છે કે દ્રૌપદીનું પ્રાગટ્રય પદે પુત્રેષ્ટિ માટે કરેલા યજ્ઞની વેદીમાંથી થયું છે તે પ્રસંગે આકાશવાણી થઈ હતી કે આ કૃષ્ણ ક્ષત્રિને ક્ષય કરશે અને દેવકાર્ય કરશે. તેમાં, તે વેદીમાંથી પ્રગટ થઈ, તે વખતની તેની અપ્રતિમ સુંદરતાનું વિગતે વર્ણન આપ્યું છે. ૨૧
પાલિજાતકમાં એવી વાત છે કે વારાણસીના બ્રહ્મદત્ત રાજાએ કેશલ નરેશ પર ચઢાઈ કરી, તેને જીતી લીધું અને તેની ગર્ભવતી રાણીને વારાણસી લઈ આવી. પોતાની રાણી તરીકે રાખી. તે રાણીને જે પુત્રી જન્મી, તેને રાજાએ પોતે દત્તક લીધી અને તેનું નામ કૃષ્ણ (જટ્ટા ) પાડયું. આમ બે પિતાની પુત્રી હોવાથી પાલિજાતકમાં તેનો ઉલ્લેખ પિતિ તરીકે થાય છે. રાજા બ્રહ્મદત્તે પુત્રીના જન્મ વખતે પોતાની રાણીને વર માંગવાનું કહ્યું હતું, પણ રાણીએ તે વર માંગવાને હકક, પિતાની પુત્રીને આપ્યા હતા. ૨૨ દ્રોપદીનો સ્વયંવર અને તેનું લગ્ન
જૈન આગમ “જ્ઞાધ” અનુસાર, કુપદ રાજાએ પુત્રી મટી થતાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org