________________
૨૪૧
જૈન આગમ, મહાભારત...તુલનાત્મક અધ્યયન દ્રૌપદીનાં પૂર્વજો .
જૈન આગમમાં જે ઉદેશથી દ્રૌપદીની કથા અપાઈ છે, તે જોતાં, દ્રૌપદી તરીકેના જન્મ કરતાં, નાગશ્રી અને સુકુમાલિકા તરીકેના એના પૂર્વજને વધારે મહત્વના ગણું શકાય, કારણ કે એણે, નાપશ્રી તરીકેના ભવનાં કર્મનું ફળ સુકુમાલિકા તરીકેના ભવમાં ભેગવ્યું છે. અને સુકુમાલિકા તરીકેના ભવનાં કર્મનું ફળ દ્રૌપદી તરીકેના ભવમાં ભેગવ્યું છે. એના આ બંને ભવની કથા આ “જ્ઞા. ધામાં વિગતે મળે છે, જેમને ટૂંક સાર નીચે પ્રમાણે છે.
ચંપા નગરીના સેમ બ્રહ્મણની પત્ની નાગશ્રીએ એકવાર ભૂલથી કડવા તુંબડાનું શાક બનાવ્યું. તે ખૂબ કડવું છે અને ખવાય તેમ નથી, તેમ જાણવા છતાં તેણે તે શાક, એક માસના ઉપવાસના પારણા માટે ભિક્ષા માંગવા આવેલા ધમષ સ્થવિરના શિષ્ય ધરૂચિ. નામના સાધુને આપ્યું તેમના ગુરુએ તે શાક ચાખીને, ધમરુ ને તે ખાવાની ના પાડી, અને તેને એકાંત સ્થાનમાં નાખી દેવાનું કહ્યું. ધમં ચ સાધુને થયું કે આ શાક બહાર ફેકવાથી અનેક જીવોની હિંસા થશે, તેથી તેમણે તે શાક પતે ખાધું અને કાળધર્મ પામ્યા. તેમના ગુરૂ ધર્મઘોષ પાસેથી આ વાત તેના પતિ વગેરેએ જાણી અને તેનો તિરસ્કાર કરી, તેને કાઢી મૂકી આ દુષ્કૃત્યને લીધે નાગશ્રી બ્રાહ્મણને સોળ ભયંકર રોગ થયા અને તે મૃત્યુ પામી. મૃત્યુ પછી પણ તેને અનેક નિકૃષ્ટ યોનિઓમાં જન્મ લેવો પડયે.૧૩ કથાને સાર આપતી આ ગાથા સેળમાં અધ્યયનને અંતે આવે છે. ૧૪
अमणु-नमभत्तीए, पचे दाण' भवे अणत्थाय । जह कडुयतुबदाण', नागसिरिभवम्मि टोवइए ।।
દ્રૌપદીને નાગશ્રી પછીને મનુષ્ય જન્મ સુકુમાલિકા તરીકેનો હતે તે જન્મમાં તે સાગરદત્ત સાથે વાહને ત્યાં પુત્રી તરીકે જન્મી. યુવાન થતાં તેને જિનદત્તના પુત્ર સાગર સાથે પરણાવવામાં આવી. સુકુમાલિકાનો દાહક સ્પર્શ સહન ન થતા સાગરે તેનો ત્યાગ કર્યો. ત્યારપછી તેના પિતા સાગરદ, તેનાં લગ્ન એક ભિખારી સાથે કરાવ્યાં. તેણે પણ તેને સ્પેશ સહન ન થઈ શકવાથી, તેને ત્યાગ કર્યો. આવુ બનવાથી સુકુમાલિકા ખૂબ દુઃખી થઈ અને તેણે પિતાની રજા લઈ ગે પાલિકા નામના સાધ્વી પાસે દીક્ષા લીધી. એકવાર તેણે ઉદ્યાનમાં જઈને સૂર્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org