________________
અનુયાગદ્વાર સૂત્ર: મૂળસૂત્ર કે ચૂલિકાસૂત્ર
૧૯૩ તેને મૂળસૂત્ર ગણે છે, કારણ કે તેમાં આગના પ્રાયઃ સમસ્ત મૂળભૂત સિદ્ધાંતનું સ્વરૂપ સમજાવતા વિશિષ્ટ પારિભાષિક શબ્દનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. જેનું જ્ઞાન આગમના અધ્યયન માટે માત્ર જરૂરી જ નહીં પરંતુ અનિવાર્ય પણ હેય. અનુગદ્વારને મેગ્ય રીતે સમજી લીધા પછી ભાગ્યે જ કોઈ આગમિક પરિભાષા રહી જતી હશે, જેને સમજવા માટે અધ્યેતાને મુશ્કેલીઓને સામને કરે પડે. આમ કેટલાક અગત્યના જૈન પારિભાષિક શબ્દો તેમજ સિદ્ધાંતની સંક્ષિપ્ત અને સૂત્રસ્થ વ્યાખ્યા કરનાર અનુગદ્વારનું જેન આગમાં મહત્વપૂર્ણ સ્થાન છે. તેથી તેને ચૂલિકા ન કહેતાં મૂળસૂત્ર કહેવામાં આવે તે પણ તે સર્વથા ઉચિત જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org