________________
114
રાજપ્રશ્નીયસૂત્રમાં નાટ્યતત્વ અહી નેંધનીય વિગત એ છે કે રાજાની પ્રસ્તાવનામાં આ નાટ્યવિધિ નિરૂપતાં દ્વિઘાતેવકને ઉલ્લેખ છે પરંતુ મૂળમાં દ્વિધાતેવકને ઉલ્લેખ રહી જવા પામ્યું છે, જે કદાચ છાપભૂલ હોઈ શકે, “રાજપ્રશ્નીયસૂત્ર – (મલયગિરિની વૃત્તિ સહિત)માં પણ વધુ જુઓ વુદું” – એટલી જ વિગત પાઠ ફેર રૂપે કૌસમાં આપી છે, અન્ય વિગત તે સ્પષ્ટ ઉલિખિત છે જ ૨૦ - ડો. રાઘવનના મતે (પૃ. ૫૭૩) ચક, ચક્રવાલ, દ્વિધા અકવાલ અને અર્ધચકવાલમાં વર્તુળાકાર ગતિ જણાય છે. (૫) ચંદ્રાવલિકા પ્રવિભક્તિ, સૂર્યાવલિકા પ્રવિભક્તિ,
વલયાવલિકા પ્રવિભકિત, હંસાવલિકા પ્રવિભક્તિ, એકાવલિકા પ્રવિભક્તિ, તારાવલિકા પ્રવિભક્તિ, મુક્તાવલિકા પ્રવિભક્તિ, કનકાવલિકા પ્રવિભક્તિ,
અને રત્નાવલિકા પ્રવિભક્તિને અભિનય. જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ ટીકાર માં કહ્યું છે કે– (૫-પૃ. ૪૧૪)
चन्द्राणां आवलिः श्रेणिः तस्याः प्रविभक्तिःविच्छित्तिरचना
विशेषस्तदभिनयात्मकम् । અર્થાત્ અનેક ચંદ્રની આવલિ અર્થાત્ હારમાળા. તેની પ્રવિભક્તિ અર્થાત્ શેભાની રચનાવિશેષના અભિનયરૂ૫. એ જ રીતે, સૂર્ય, વલય, હંસ વગેરે વિષે પણ સમજવું.
ના. શા. માં અસંયુત હસ્તના પ્રકાર તરીકે હસવક ને હંસપક્ષને ઉલ્લેખ છે. જેમ કે
तर्जनीमध्यमाङ्गुष्ठास्त्रेताग्निस्था निरन्तराः । भवेयुर्हसवक्त्रस्य शेष द्वे सम्प्रसारिते ।। समाः प्रसारितास्तिस्रस्तथा चोवी कनीयसी । अगुष्ठः कुञ्चितस्यैव हसपक्ष इति स्मृतः ।
–(ના. શા. ૯ ૧૦૪, ૧૦૬) અર્થાત્, તજની, મધ્યમા ને અંગુઠે – એ ત્રણ ત્રેતાગ્નિની જેમ જોડાયેલા રહે અને બાકીની બે આંગળીઓ) – અનામિકા તથા કનિષ્ઠિકા આંગળીફેલાયેલી રહે ત્યાં હંસવકત્ર બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org