________________
118
રાજપ્રશ્નીયસૂત્રમાં નાટ્યતત્વ તથા, ના.શા.-અધ્યાય-૯ માં, ઉપાંગાભિનયના નિરૂપણપ્રસંગે, પગના છ અભિનયે ગણાવતાં, અંચિતને ઉલ્લેખ મળે છે. જેમ કે
पार्णियस्याञ्चिता भूमौ पादमग्रतलं तथा । अङ्गुल्यश्चाञ्चिताः सर्वाः स पादस्त्वञ्चितः स्मृतः ।।
- (ના. શા.- ૯. ૨ ૭૬) એટલે કે, જે પગની એડી ભૂમિ પર રાખી હોય અને તળિયું આગળ ઉઠાવેલું હોય અને બધી આંગળીઓ અંચિત એટલે ફેલાવેલી હોય તે પગ અંચિત કહેવાય છે.
શ્રી કાપડિયા (પૃ. ૬૧) જણાવે છે, તે પ્રમાણે-ના. શા-અધ્યાય-૮ માં ભવાના એક અભિનયને અંચિત કહ્યો છે જ્યારે અધ્યાય-૯ માં દંડના એક અભિનયને નિર્દેશ છે.
પરંતુ, આ સંદર્ભેની કડી હાથ લાગી નથી. (૨૬) ભિત.
આ બહુ સ્પષ્ટ થતું નથી. પરંતુ શ્રી કાપડિયા (પૃ. ૨૩) ના મતે – અક્ષર અને ઘોલનાના સ્વરવિશેષમાં સંચરણ કરતો સ્વર જાણે નાચતે હોય તેમ જણાતાં તે રિભિત કહેવાય છે. (૨૭) અચિતરિભિત.
અચિત ને શિક્ષિતનું મિશ્રણ તે અંચિતરિમિત હોવા સંભવ છે. (૨૮) આરભટ.
શ્રી કાપડિયા (પૃ. ૬૧) તથા ડે. રાઘવન (પૃ. ૫૭૩) અનુસાર, આને મળતી આવતી આરટી વૃત્તિને ઉલેખ ના.શા. માં મળે છે. ૩૨
આપ્ટેની ડિક્ષનરી (પૃ. ૨૨૬)માં ગરમ પદ નીચે અર્થ આપે છે કે,
“માયા, ઈન્દ્રજાળ, સંગ્રામ, ક્રોધ, ઉદ્દબ્રાંત વગેરે ચેષ્ટાઓથી યુકત તથા વધબંધન આદિથી ઉદ્ધત નાટયવૃત્તિ આરભટી છે.”
मायेन्द्रजालसंग्रामक्रोधोद्भ्रान्तादिचेष्टितैः ।
संयुक्ता वधबन्धाद्यैरुद्धतारभटी मता ॥33 (૨૯) ભલ કે ભસલ.
ભ્રમરનું પ્રાકૃત “ભસલ થાય છે. ૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org