________________
અનુયોગદ્વારસૂત્ર: મૂળસૂત્ર કે ચૂલિકાસૂત્ર ?
પ્રિ. કે. એમ. પટેલ, પાટણ જૈન આગમમાં મૂળસૂત્રનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. પણ એક વાત સ્પષ્ટ છે કે નંદીસૂત્ર અને અનુગદ્વારસૂત્રને સ્થાનકવાસી અને તેરાપંથી જ મૂળસૂત્રે ગણે છે. વેતામ્બર સંપ્રદાય આ બંને સૂત્રોનું મૂળસૂત્ર નથી ગણતે. તેમને મતે આ બંને ચૂલિકાસૂત્રો છેજ્યારે ઉત્તરાધ્યયન. દશવૈકાલિક, આવશ્યક અને પિડનિર્યુકિત – આ ચારની મૂળસૂત્રમાં ગણના થાય છે. ભાવપ્રભસૂરિની જૈનધર્મવરસ્તોત્ર (ગા. ૩૦) પરની ટીકા (પૂ. ૯૪)માં સૌ પ્રથમ નીચેનાં મૂળ સૂત્રે ઉલ્લેખ થયો છે. अथ उत्तराध्ययन, आवश्यक पिडनियुक्ति तथा ओघनियुक्ति दशवैकालिक इति चत्वारि
મૂત્રના મૂળસૂત્રેની સંખ્યાની જેમ તેમના કમની બાબતમાં પણ ભિન્ન ભિન્ન મત પ્રવર્તે છે. આમ એકતરફ અનુગદ્વારને મૂળસૂત્ર તે બીજી તરફ તેને ચૂલિકાસૂત્ર ગણવામાં આવ્યું છે. આ બંને માન્યતાઓમાં વધારે વજનદાર કઈ? એ જાણવા સૌ પ્રથમ મૂળસૂત્ર એટલે શું? તે સમજવું જરૂરી છે. મૂળસૂત્ર એટલે શું?
ઉત્તરાધ્યયનાદિ ચાર સૂત્રોને અપાયેલી મૂળસૂત્રોની સંજ્ઞા અંગેનું સ્પષ્ટીકરણ કોઈ પ્રાચીન ગ્રંથમાં મળતું નથી. વળી આ વગીકરણ માત્ર શ્વેતાંબર પરંપરામાં જ જોવા મળે છે. પ્રાચીન સમયમાં કેઈ જૈન આચાર્યું પણ આની સ્પષ્ટતા કરી નથી. પશ્ચાદુવતી સાહિત્યમાં પણ સંભવતઃ આ નામને સૌ પ્રથમ પ્રયોગ શ્રી ભાવદેવસૂરિ રચિત “જૈનધર્મ વરસ્તોત્ર'ના ૩૦ મા લેકની ટીકામાં જોવા મળે છે, ત્યાં ઉત્તરાધ્યયન, આવશ્યક, પિંડનિયુકિત, ઘનિયુકિત અને દશવૈકાલિક આ ચાર મૂળસૂત્રો છે. એ ઉલ્લેખ મળે છે. આ બાબતમાં પાશ્ચાત્ય વિદ્વાનોએ ભિન્ન ભિન્ન મત વ્યકત કર્યા છે.
(૧) જર્મનીના સુપ્રસિદ્ધ પ્રાચ્યવિદ્યા-અધ્યેતા શાપેટીયર (Charpentier) નામના વિદ્વાનનું માનવું છે કે આ ગ્રંથોમાં ભગવાન મહાવીરના પિતાના શબ્દો (Mahavira's own words) ગ્રથિત થયેલા હોઈ તે મૂળસૂત્રો તરીકે ઓળખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org