________________
110
રાજ પ્રશનીયસૂત્રમાં નાટ્યતત્વ (ડ) ભદ્રાસન :
ના. શા.માં આસારિત પ્રકારના પ્રગનિરૂપણુપ્રસંગે પિડીબંધની રચના કરવા અંગે જણાવ્યું છે કે, પિંડીની ઉત્પત્તિ બે રીતે થાય છેયંત્ર અને ભદ્રાસન. पिण्डीनां द्विविधा योनिर्यन्त्र भद्रासन तथा ।।
–(ના. શા. – ૪. ૨૯૨ B) આ રીતે, સ્વસ્તિક, નન્દાવત, વર્ધમાન ને ભદ્રાસન એ ચાર પ્રકાર અંગેની માહિતી નાટ્યશાસ્ત્રી તેમ જ અન્ય ગ્રંથો દ્વારા પ્રાપ્ત થઈ શકી છે. પરંતુ બાકીના ચાર–શ્રીવત્સ, કલશ, મસ્ય, ને દર્પણ-અંગે સ્પષ્ટતા થઈ શકતી નથી. પરંતુ આ આઠ મંગલકમ અંગેની નોંધ રાજપ્રનીયસૂત્રમાં જ અગાઉ સૂર્યાભદેવના વિમાનવર્ણનપ્રસંગે પ્રાપ્ત થાય છે. ત્યાં વર્ણવ્યા પ્રમાણે-સૂર્યાભદેવના દિવ્ય યાન-વિમાનની રચના કરતાં, ત્રણ દિશામાં ત્રણ સોપાન ૫ક્ત-તથા તેની આગળના ભાગમાં તેરણ બાંધ્યાં હતાં, જેના ઉપરના ભાગમાં સ્વસ્તિક વગેરે આઠ માંગલિકની રચના કરી હતી. વળી, દિવ્યયાનનું નિર્માણ થઈ જતાં, સંતેષ પામેલ સૂર્યાભદેવ તેને વિશે આરૂઢ થયા તે પછી દેવદેવીઓ વગેરે પણ ચઢયા. ત્યાર બાદ અનુક્રમે આઠ મંગલદ્રવ્ય તેમની સામે આવ્યા.
આ પ્રથમ નાટ્યવિધિ અંગે-“જબૂદ્વીપપ્રાપ્તિ ટીકા-(પ, પૃ. ૪૧૪)માં કહ્યું છે કે, ભારતના ના. શા.માં સ્વસ્તિકને ચતુર્થી તથા વર્ધમાનકને ૧૩મું ના કહેલ છે. તેમાં, ના. શા.માં ઉલે ખેલ આંગિક અભિનય દ્વારા નાટક કરનારા સ્વસ્તિક આદિ આઠ મંગલેને આકાર બનાવીને ઊભા થતા અને પછી હાથ વગેરે દ્વારા તે આકાર દર્શાવતા અને વાચિક અભિનય દ્વારા મંગલ શબ્દનું ઉચ્ચારણ કરતા, જેથી દશકના હૃદયમાં તે મંગલ પ્રતિ રતિભાવ જાગે.
(૨) આવત’, પ્રત્યાવર્ત, શ્રેણિ, પ્રણિ, સ્વસ્તિક, સૌવસ્તિક, પુષ્યમાણવ, વર્ધમાનક, મસ્યાંડક, મકરડક, જાર, માર, પુષ્પાવલી, પદ્મપત્ર, સાગરતરંગ, વસંતલતા, પઘલતાના ચિત્રને અભિનય. (અ) આવત–પ્રત્યાવત :
ના. શા.ના ચોથા અધ્યાયમાં નિરૂપાયેલ ૧૦૮ કરણ પૈકી ૫૯મું કરણ છે- આવતી. તેનું લક્ષણ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org