Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન વ્યાપક દૃષ્ટિથી તું ઇતિહાસ શીખશે. તું હમેશાં એટલું યાદ રાખજો કે, દુનિયાની જુદી જુદી પ્રજાઓમાં આપણે ધારી લઈએ છીએ તેટલી બધી ભિન્નતા કે તફાવત નથી. નકશાઓ કે નકશાપોથીઓ જુદા જુદા દેશને આપણને ભિન્ન ભિન્ન રંગમાં દર્શાવે છે. બેશક, પ્રજાએ એકબીજથી ભિન્ન છે ખરી પણ તેમનામાં પરસ્પર સામ્ય પણ ઘણું જ છે. આ વસ્તુ આપણે બરાબર લક્ષમાં રાખવી જોઈએ અને નકશાઓના રંગથી કે રાષ્ટ્રોની સરહદથી આપણે ભેળવાઈ જવું જોઈએ નહિ.
હું તારે માટે મને મનગમતું ઈતિહાસનું પુસ્તક તે ન લખી શકું. એ માટે તારે બીજા પુસ્તકને આશરે લેવો જોઈશે. પરંતુ ભૂતકાળ વિષે, ભૂતકાળમાં થઈ ગયેલા લેકે વિષે અને જે લેકેએ દુનિયાની રંગભૂમિ ઉપર મહત્વનો ભાગ ભજવ્યો છે તેમને વિષે હું તને વખતેવખત લખતે રહીશ.
મારા પત્રમાં તને રસ પડશે અથવા તે તે તારી જિજ્ઞાસા જાગ્રત કરશે કે કેમ એ હું નથી જાણતે. અરે, એ પત્રો તને ક્યારે મળશે અથવા કદીયે મળશે કે કેમ એની પણ મને ખબર નથી ! એકબીજાથી આટલાં બધાં નજીક હોવા છતાં આપણે એકમેકથી આટલાં બધાં દૂર છીએ એ કેટલું વિચિત્ર! તું મસૂરી હતી ત્યારે મારાથી સેંકડે માઈલ દૂર હતી. છતાં તે વખતે મરજી પડે એટલી વખત હું તને લખી શકતા હતા અને તને મળવાની ઈચ્છા પ્રબળ થઈ આવે ત્યારે હું તારી પાસે પહોંચી જઈ શકત. પણ આજે તે આપણે જમના નદીને સામસામે કાંઠે છીએ–આપણે એકબીજાથી આટલાં બધાં નજીક છીએ – છતાંયે નૈની જેલની ઊંચી દીવાલે આપણને સંપૂર્ણપણે વિખૂટાં રાખે છે. દર પખવાડિયે હું એક પત્ર લખી શકું અને બહારથી એક પત્ર મેળવી શકું તથા એક વાર પચીસ મિનિટની મુલાકાત લઈ શકું. એક રીતે આ બંધને પણ ઠીક છે. સહેજે મળતી વસ્તુની કિંમત આપણને બહુ રહેતી નથી. અને હવે હું એમ પણ માનતે થયે છું કે ચેડા સમયને કારાવાસ પણ માણસની કેળવણીને માટે આવકારલાયક છે. સદ્ભાગ્યે આજે આપણા દેશમાં હજારેની સંખ્યામાં લેકે આ કેળવણી પામી રહ્યા છે!
મળશે ત્યારે તને આ પત્ર ગમશે કે કેમ એ હું ન કહી શકું. પણ મેં તે મારા જ મનરંજનને ખાતર એ પત્રો લખવાનું નક્કી કર્યું છે. એ પત્રે તને મારી અતિશય સમીપ લાવી મૂકે છે અને જાણે