Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 12
________________ હતો. આજુબાજુથી તેમજ દૂરદૂરથી પણ નિયમિત આવનાર વર્ગ ઘણો મોટો હતો. અમને અજ્ઞાનરૂપી અંધકારમાંથી બહાર લાવવા ગુરૂભગવંત અસ્ખલિતરૂપે વરસ્યા હતા. અમારા હૃદય નયનને ખોલવા શુદ્ધ બોધરૂપી જળનો અનરાધાર ધોધ વરસાવ્યો હતો. અધ્યાત્મના માર્ગે આગળ વધવા એક એક માઈલ સ્ટોન કેમ પસાર કરવા ? તેની સમ્યગ્ સમજણ આપવામાં આવી હતી. વિશિષ્ટ જ્ઞાની ભગવંતને આપણે પહેલા સાંભળ્યા હશે કે નહીં તેની ખબર નથી પણ તેમની વાણી ચોક્કસ એવા પ્રકારે જ હશે એવી અનુભૂતિ થયા વગર રહેતી ન હતી. આનંદઘન ચોવીશી ઉપર તેમના દ્વારા લખાયેલ વિવેચન, ‘‘હૃદય નયન નિહાળે જગધણી ભા. ૧-૨ અને ૩'' અનેક લોકોના જીવનમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે દીવાદાંડી સમાન બની રહેશે. અમારા શ્રીસંઘ દ્વારા તેનું પ્રકાશન થઈ રહ્યું છે અને વિમોચન સમારોહ પણ અમારા શ્રીસંઘના આંગણે ઉજવાઈ રહ્યો છે, ત્યારે તેનો શ્રીસંઘને અનેરો આનંદ હોય; એમાં કોઈ શંકાને સ્થાન નથી. આંતરદૃષ્ટિને ખોલનાર, દિવ્યદષ્ટિને આપનાર, યોગદૃષ્ટિને ટંકોત્કીર્ણ કરાવનાર, આ પુસ્તકના પ્રકાશનમાં અનેક પરિબળોનો સહિયારો ફાળો છે. એ ફાળો આત્માર્થે લાભ લેનાર પુણ્યાત્માઓની સૂચિ, ઋણ સ્વીકારરૂપે અત્રે આપેલ છે. આ પ્રકાશન સહુના ભવભ્રમણને મર્યાદિત કરે અને સૌ કોઈ આત્મા સાચા અર્થમાં પ્રભુવીરના વારસદાર બની ભવનો નિસ્તાર કરે; એજ એક મંગલ કામના..... લિ. શ્રી માટુંગા શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ, માટુંગા

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 456