Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 10
________________ શ્રીમદ્ આનંદધને વિષે પ્રાપ્ત jy AJJUતો (૧) શ્રીમદ્ આનંદઘનજીનું દીક્ષાસમયનું નામ લાભાનંદજી હતું (૨) તપગચ્છમાં દીક્ષિત થયા હતા (૩) જન્મસ્થળ, ગામ કે પ્રદેશ, જન્મતિથિ કે સંવતુ સંબંધી લેખિત હકીકત પ્રાપ્ત થતી નથી (૪) તેઓના નજીકના અને સાથેના-મુનિવર્યોએ પણ લખેલા ગ્રન્થોમાં આ હકીકત જોવામાં આવી નથી તેમ પદોનો ગ્રન્થ કે પાનાં તે સમયે લખાયેલાં ઉપલબ્ધ થતાં નથી (૫) ચોવીશી અને પદો ઉપર તે સમયના વિદ્વાનો અને મુનિરાજો તરફથી સંપૂર્ણ રીતે ટબા પુરા જણાયા નથી. (૬) શ્રીમદ્ સત્યવિજયજી પંન્યાસ અને શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયજીનો તેઓશ્રી સાથેનો સંબંધ તથા શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયજીનો ડભોઈમાં થયેલ સ્વર્ગવાસ તથા ત્યાંની પાદુકા ઉપરના લેખથી સમકાલીન સમયનું અને ઉપાધ્યાયજીથી થોડા વર્ષ પૂર્વે જન્મ હોવાનું થતું અનુમાન. (૭) ભીમસી માણેકે છપાવેલ બહોંતરીમાં છપાવેલ પદોના અનુક્રમે અનુક્રમ (૮) શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયજી, શ્રી વિનયવિજયજી, શ્રી સત્યવિજયજી પંન્યાસ, શ્રી જ્ઞાનવિમળસૂરિ, શ્રી લાવણ્યવિજય ગણી, શ્રી માનવિજયજી ઉપાધ્યાય, શ્રી વિજયદેવસૂરિ, શ્રી વિજયસિંહસૂરિ, શ્રી વિજયઆનંદસૂરિ, શ્રી જિનહર્ષ ગણિ, શ્રી રાજસાગર સૂરિ, શ્રી વિજયરત્નસૂરિ આદિ પંડિત સાધુઓ શ્રીમદ્ આનંદઘનજીના સમયમાં હતા તથા બનારસીદાસ, રામદાસ, તુકારામ, તુલસીદાસ, ગુરૂ ગોવિંદ, કબીર, મીરાંબાઈ આદિ ભક્તપુરૂષો પણ તે સમયે હતા. (૯) શ્રી યશોવિજયજી ઉપાધ્યાય પોતે અધ્યાત્મ વિષે જે વિવેચન કરતા તેથી અધિકપણે શ્રીમદ્ આનંદઘનજીને કરતા જોઇ, શ્રીમદ્ આનંદઘનજીના યોગ અને અધ્યાત્મજ્ઞાનના વિચારોનું અનુકરણ સવિશેષ કર્યું તથા વૈરાગ્ય અને નિઃસ્પૃહતા. આદિ ઉંચા ગુણો જોઈ અષ્ટપદી બનાવી-શ્રી આનંદઘનજીની સ્તુતિ કરી- તથા કંઈ સિદ્ધિ મેળવવાની જિજ્ઞાસા થઇ અને નિષ્ફળતા મળતાં શ્રીમની નિઃસ્પૃહતા વિષે વધુ ખાત્રી થઇ. (૧૦) શ્રીમદ્ તે સમયના સાધુ સમુદાયની વિષમ સ્થિતિના અનુભવે ગચ્છમોહથી વિરક્ત છતાં ગચ્છની ઉપેક્ષા નહી કરતાં સંવેગપક્ષે સાધુ વેષમાં રહેતા અને વ્યવહારનો જરા પણ લોપ કર્યા વિના વિશુદ્ધ માર્ગ પર ચાલતા, તથા પ્રતિમાપૂજનનું સંપૂર્ણપણે પ્રતિપાદન કરતા (૧૧) કિંવદંતી-દંતકથા ઇત્યાદિવડે નિઃસ્પૃહતા માટે ઉપાશ્રય ત્યાગનું, ઉપાશ્રયના અધિકારી શેઠનું તથા અણમાનીતી રાણી અને રાજાનું દ્રષ્ટાંત તથા એક શેઠની વિધવપુત્રી અગ્નિમાં બળી મરતી હતી તે વખતે ઋષભદેવની સ્તુતિવડે આપેલ બોધનું દૃષ્ટાંત (૧૨) મેડતામાં તેઓશ્રીની અંતિમ અવસ્થામાં થયેલ સ્થિરતાવડે તેઓના નામે ઓળખાતો ઉપાશ્રય તથા ત્યાંજ થયેલ દેહવિલય અને સ્તૂપનું બનવું.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 456