________________
[ ૧૯ ]
વારસા વિષે સામાન્ય.
૩ નેકરી પેટે જાગીર.
૪ વતન અને સરંજામ.
૫ ઘાટવાલ [૧૨] ઘાટ સાચવવાની નેકરી માટે અપાએવી જાગીર. કરીના કરાર મુજબ તેમાં ફેરફાર થાય છે.
ઉપર જણાવેલી મિલકત, બીજી રીતે રિવાજ ન હોય તો અવહેંચણીય એટલે કે વહેંચણું થઈ શકે નહિ એવી છે. તે જ્યેષ્ટ પૂત્રને જ મળે છે. આ વારસે ભવિષ્યને ગણાય છે અને તે વેચી શકાતો નથી. આવી મિલકતમાં ભરણ પોષણને હક, ફકત ભાઈઓ અને પુત્રને જ છે. બીજાઓને નથી.
૧૯ વારસાને હક કયારે મળે?
હિંદુઓમાં વારસાને હક જન્મથી મળે છે અને મૃત્યુથી અંત પામે છે. વારસા હક શરૂ થયા વખતે વારસદારને ખરેખર જન્મ થજ જોઈએ તેવી છે કે જરૂર નથી. તે ગર્ભાવસ્થામાં હોય તે પણ તેને જન્મ થયા બરાબર ગણી તેને વારસો મળે છે. એટલે કે પુત્ર ગર્ભમાં હોય ત્યારથી તે હયાત ગણાય છે. જ્યારે વહેંચણ થાય ત્યારે કે પુત્ર ગર્ભમાં હોય છતાં તેને ભાગ ગણવામાં ન આવ્યે હોય તે, તે તેના જન્મ પછી, અગાઉ થયેલી વહેંચણ રદ કરાવી, ફરીવાર વહેંચણ કરાવવાને હકદાર છે. [૧૩] પરંતુ વહેચણ વખતે જે તે ગર્ભમાં પણ ન હોય તે પછી તેને તે હક નથી. દાખલા તરીકે–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com