________________
ધન.
૫૫ ]
પ્રકારમાં આવે છે. અસત્ય સ્ત્રીધનને વારસે, છેલ્લા ધારણ કરનારના ઉત્તરાધિકારીઓને મળે છે.
સત્ય ધનના પણ બે પ્રકાર છે. એક પારિભાષિક ( Technical) સ્ત્રીધન અને બીજુ અપારિભાષિક (Nontechnical ) સ્ત્રીધન.
નીચેની મિલ્કત પારિભાષિક સ્ત્રીધન ગણાય. ૧ પૂત્રી તરીકે વારસામાં મળેલ મિલકત. ૨ જાત મહેનતથી મેળવેલ મિલકત. ૩ ફુલ અથવા પલ્લુ ૪ યૌતક. (લગ્ન સમયે મળેલી ભેટ.) જ-અનિ-લગ્નવેદી સમક્ષ મળેલી મિલ્કત. જેવી કે
હાથગરણું અથવા ચાંદલો. -અદ્યવાહનિક–વર નીકળતી વખતે વધાવામાં
મળેલી મિલકત. ૫ અન્વાધેયક-લગ્ન પછી પિયર કે સાસરા તરફથી
મળેલી ભેટ વિગેરે. ૬ અધિવેદનિક-પતિ જ્યારે બીજી સ્ત્રી કરે ત્યારે દિલાસા
માટે આપેલી મિલ્કત. ૭ ભરણપોષણ બદલ મળેલ રકમ. ૮ અજાણ્યા તરફથી મળેલ ભેટ કે બક્ષીસ.
૯ વિરૂદ્ધ કબજાથી મેળવેલ મિલકત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com